માથેરાન ફરવા ગયેલી મુંબઇની 15 વર્ષની તરુણી પર બળાત્કાર

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
માથેરાન ફરવા ગયેલી મુંબઇની 15 વર્ષની તરુણી  પર બળાત્કાર 1 - image


- આરોપીના સાગરિતે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો

- 12 જુલાઈની ઘટનામાં તરુણીએ ઘરે જાણ કરી ન હતી, પણ સોશિયલમીડિયા પરના વીડિયો દ્વારા પરિવારને ખબર પડી : એકની ધરપકડ, બે ફરાર

મુંબઇ : મિત્રો સાથે માથેરાન ફરવા ગયેલી મુંબઇની એક ૧૫ વર્ષની સગીરા પર બળાત્કાર થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે આ પ્રકરણે ૨૨ વર્ષના એક યુવકની ધરપકડ કરી હતી. જ્યારે આ ઘટનામાં ફરાર થઇ ગયેલા બે જણની શોધખોળ આદરી છે. આ ઘટના ૧૨ જુલાઇ, ૨૦૨૪ના રોજ બની હતી. જોકે પીડિતાએ આ બાબતની જાણ તેના વાલીઓને કરી નહોતી પણ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી.

પોલીસે આ સમગ્ર ઘટના બાબતે જણાવ્યું હતું કે પીડિત સગીરાને તેની અન્ય એક સગીર બહેનપણી અને તેનો ૧૧ વર્ષનો મિત્ર માથેરાન ફરવા લઇ ગયા હતા. આ સમયે તેમની સાથે ઘાટકોપરમાં રહેતો એક વ્યક્તિ પણ હતો. આ વ્યક્તિએ સગીરા પર બળાત્કાર કર્યો હતો જ્યારે તેની સાથે ગયેલા ૨૨ વર્ષિય યુવકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.

આ વીડિયો ત્યાર બાદ તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. થોડા દિવસ પહેલા પીડિતાના એક સંબંધીએ આ સમગ્ર વીડિયો જોયો હતો અને આ બાબતની જાણ તેના પરિવારજનોને કરી હતી. પીડિતાના વાલીઓને આ બાબતે વધુ પૂછપરછ કરતા પીડિતાએ સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. ત્યાર બાદ આ બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ સંદર્ભે એન્ટોપહિલ પોલીસ સ્ટેશનના જણાવ્યાનુસાર આ પ્રકરણે ૨૨ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપીની શોધ કરવામાં આવી રહી છે. આ લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪ (બળાત્કાર), ૬૧(૧) (૧૬ વર્ષથી ઓછી ઉમરની સગીરા પર બળાત્કાર) ૧૩૭(૨) (અપહરણ) ૩(૫) સમાનહેતુ, ૩ (૬) (અનેકોએ કરેલ ગુનો) અને પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ ઉપરાંત આઇટી એક્ટની વિવિધ કલમો પણ ઉમેરવામાં આવી હતી.



Google NewsGoogle News