328 કરોડના ડ્રગ સાથે 15 સભ્યોની આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
328 કરોડના ડ્રગ સાથે 15 સભ્યોની આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ 1 - image


પિસ્તોલ અને રિવોલ્વર સહિતના શસ્ત્રો જપ્ત કરાયાં

કાશીમીરામાં ડ્રગની હેરફેર પકડાયા બાદ  મુંબઈ સહિત મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તેલંગણામાં કાર્યવાહી

મુંબઈ :  અંડરવર્લ્ડ સાથે કનેકશન ધરાવતી આંતરરાજ્ય ડ્રગ સ્મગલિંગ ગેંગના ૧૫ આરોપીની ચાર રાજ્યમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી પાસેથી રૃ.૩૨૭.૬૯ કરોડની કિંમતના મેફેડ્રોન, કાચો માલ, ત્રણ પિસ્તોલ, એક રિવોલ્વર, ૩૩ જીવંત કારતૂસ જપ્ત કરાઈ છે. મે મહિનાથી મુંબઈ સહિત મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તેલંગણામાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

 રમિયાન અનેક જગ્યાએ  રોડા પાડવામાં આવ્યા હતા. ડ્રગ મેન્યુફેકચરીંગ યુનિટનો પ ર્ાફાશ કરવામાં આવ્યો હતો, એમ મીરા- ભાઈં ર વસઈ વિરારના પોલીસ કમિશનર મધુકર પાંડેએ જણાવ્યું હતું.

ગત ૧૫ મેના કાશીમીરા ક્રાઈમ બ્રાન્ચ યુનિટ- ૧ને માહિતી મળી હતી કે બે શખસ કારમાં થાણે- ઘોડબંદર રોડ પરથી મીરા- ભાંદર પરિસરમાં મેફેડ્રોન વેચવા આવવાના છે. ત્યારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ નાકાબંધી કરી રહી હતી. આ માહિતીના આધારે ચેનાગાવમાં દ્વારકા હોટેલ પાસે પોલીસે સંબંધિત કારની તપાસ કરતા વસઈના શોએબ હનીફ મેમણ અને નિકોલસ લિએફ્રેડ ટાયટલ પાસેથી રૃ.બે કરોડની કિંમતનું એક કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. કાશીગાવ પોલીસ સ્ટેશનમાં બંને સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આરોપીએ શોએબે પૂછપરછમાં આપેલી માહિતીના આધારે હૈદરાબાદના દયાનંદ ઉર્ફે દયા માણિક મુદ્દનાર અને નાસીર ઉર્ફે બાબા જાનેમિયા શેખને ૧૭ મેના તેલંગણાના સાયબરાબાદથી પકડવામાં આવ્યા હતા.

તેલંગણાના વિકારાબાદમાં નરસાપુરમાં દયાનંદની મેફેડ્રોન બનાવવાની ફેકટરી પર પોલીસે છાપો મારીને રૃ.૨૦ લાખનો મેફેડ્રોન, રૃ.૨૫ કરોડનો ૨૫ કિલો મેફેડ્રોન બનાવવાનો કાચો માલ (એમડી કેમિકલ), અન્ય સામગ્રી કબજે કરાઈ હતી. પછી દયાનંદે આપેલી માહિતીના આધારે ઉત્તર પ્રદેશના ઘનશ્યામ રામરાજ સરોજને વારાણસીથી પકડવામાં આવ્યો હતો. જ્યારે મૂળ તેલંગણાના મોહમ્મદ શકીલ મોહમ્મદ મોઈનને મુંબઈના ગોરેગામમાં કારમાં રૃ.૧૪.૩૮ લાખના મેફેડ્રોન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

થાણે ગ્રામિણના શહાપુરના રહેવાસી ભરત ઉર્ફે બાબુ સિધ્ધેશ્વર જાધવને ગણેશપુરીથી તાબામાં લેવામાં આવ્યો હતો. પડઘામાં તેના ઘરેથી મેફેડ્રોન બનાવવાની સામગ્રી, કેમિકલ મળી આવ્યું હતું.

મેફેડ્રોન બનાવવા માટે પૈસા અને આ ડ્રગ વેચીને મળેલી રકમની લેવડ દેવડ અંડરવર્લ્ડનો સલીમ ડોળા કરતો હોવાની પોલીસને તપાસમાં ખબર પડી હતી. આ આર્થિક વ્યવહાર સુરતના ઝુલ્ફીકાર ઉર્ફે મુર્તુઝા મોહસીન કોઠારી મારફત કરવામાં આવતો હતો. પોલીસે  ૩૧ મેના સુરતથી ઝુલ્ફીકારને પકડીને સલીમ ડોળાએ મોકલેલા રૃ.૧૦.૮૪ લાખ કબજે કરાયા હતા. તેમજ અમુક રકમ મુંબઈમાં આંગડીયા મારફતે મોકલવામાં આવતી હતી.

આંગડીયા મુસ્તફા યુસુફભાઈ ફર્નિચરવાળા અને હુસૈન મુસ્તફા ફર્નિચરવાલાની ધરપકડ કરાઈ હતી. તેમની પાસેથી સલીમ ડોળાએ આપેલા રૃ.૬.૮૦ લાખ મળી આવ્યા હતા.

પોલીસને તપાસમાં વધુ જાણવા મળ્યું હતું કે જૌનપુરના મઢિયાહુ ખાતે સલીમ ડોળા અને દયાનંદના સાથીદાર અમિર તૈફીક ખાન અને તેનો ભાઈ બાબુ તૌફીક ખાન તેમજ અન્ય આરોપી મારફત મેફેડ્રોન બનાવવાનું યુનિટ ધરાવે છે. આમ આઝમગઢના બાબુ તૌફીક ખાન, મોહમ્મદ નદીમ મોહમ્મદ શફિક ખાન, અહમદ શહા ફૈસલ શફીક આઝમીની ધરપકડ કરી મેફેડ્રોન બનાવવાની સામગ્રી, કાચો માલ કબજે કરાયો હતો. તેમની પાસેથી રૃ.૩૦૦ કરોડનો ૩૦૦ કિલો કાચો માલ મળી આવ્યો હતો.

આ ગુનામાં આઝમગઢના અમિર તૌફીક ખાન, મોહમ્મદ શાદાબ મોહમ્મદ શમશાદ ખાન, અલોક વિરેન્દ્ર સિંહને લખનઉથી પકડવામાં આવ્યા હતા. પછી નાલાસોપારાથી અભિષેક ઉર્ફે શુભમ નરેન્દ્ર પ્રતાપ સિંહને ત્રણ પિસ્તોલ, એક રિવોલ્વર ૩૩ જીવંત કારતૂસ જપ્ત કરાઈ હતી.



Google NewsGoogle News