વસઈનારિસોર્ટમાં 10 વર્ષની બાળકીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત
રિસોર્ટમાં કોઈ લાઈફગાર્ડ હાજર નહીં
માતા તેની પુત્રી માટે ખાવાનું લેવા જતાં રિદ્ધિ મોટા સ્વિમિંગ પુલમાં રમવા માટે જતા આ ઘટના બની
મુંબઇ : વસઈના રાનગાંવં આવેલા એક રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતા ૧૦ વર્ષના બાળકીનું મૃત્યું થયું હતું. રિસોર્ટમાં કોઈ લાઈફ ગાર્ડ હાજર નહિ હોવાનુ ંકહેવાય છે.
વસઈ વિરારમા ં ઘણા રિસોર્ટ આવેલા છે. ઉનાળાની રજા શરુ થતાં જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. બુધવાર સવારે વિરારના સાઈ ક્રાંતિ ચાલમાં રહેતી રિદ્ધિ માને (ઉ.વ. ૧૦) તેની માતા સાથે આ રિસોર્ટમાં આવી હતી. ઘટના સમયે રિદ્ધિ બાળકોના સ્વિમિંગ પુલમાં રમી રહી હતી. ત્યારે તેની માતા થોડા સમય બાદ રિદ્ધિ માટે ખાવાનું ખરીદવા બહારની દુકાને ગઈ હતી.
તે સમયે રિદ્ધી રમવા માટે મોટા સ્વિમિંગ પુલમાં કૂદી પડી હતી. પરંતુ મોટા સ્વિમિંગ પુલમાં તરવામાં નિષ્ફળ જતા રિદ્ધિનું ડૂબીજતા મોત નીપજ્યું હતું.
માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ ઘટનામાં આક્સ્મિત મૃત્યુનો કેસ નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
જો કે, ઘટના સમયે રિસોર્ટમાં કોઈ લાઈફગાર્ડ હાજર ન હોવાનું પણ બહાર આવ્યું હતું.
ભૂતકાળમાં પણ વસઈ વિરારના રિસોર્ટમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ઘણા પ્રવાસીઓ ડૂબી ગયા છે.પ્રવાસીઓના સુરક્ષા માટે અહીંના રિસોર્ટમાં કોઈ પગલાં લેવામાં આવતા નથી તેવો મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે.