Get The App

મુંબઈની સેન્ટ્રલની લોકલોમાં 8 માસમાં 93 કરોડ પ્રવાસી નોંધાયા

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
મુંબઈની સેન્ટ્રલની લોકલોમાં  8 માસમાં 93 કરોડ પ્રવાસી નોંધાયા 1 - image


લોકલના ભાડાંની 554 કરોડની આવક

8 માસમાં કુલ 4966 કરોડની આવક, 1.06 અબજ પ્રવાસી નોંધાયા

મુંબઈ :  ચાલુ નાણાકીય વર્ષમાં નવેમ્બર મહિના સુધીમાં સેન્ટ્રલસ રેલવેના પ્રવાસી પરિવહન સંખ્યા અને કમાણીમાં ૫.૬૮ ટકા વધારો થયો છે. આ સમયગાળામાં કુલ ૪૯૬૬ કરોડ રૃપિયા આવક થઈ છે જે ગત વર્ષે ૪૬૯૯ કરોડ રૃપિયા જેટલી હતી.

પ્રથમ આંકડાનુસાર સેન્ટ્રલ રેલવેમાં ચાલતા આર્થિક વર્ષમાં નવેમ્બર માસ સુધી નોન અર્બન પ્રવાસીઓ વડે ૪,૩૨૮ કરોડ અને  સબર્બન સેકશનમાંથી ૬૩૮ કરોડ રૃપિયાની કમાણી થઈ છે. સમાન સમયગાળામાં ગત વર્ષમાં નોન સર્બબન સેકશનમાંથી ૪૦૯૫ કરોડ અને સબર્બન સેકશનમાંથી ૬૦૪ કરોડની આવક મળી હતી. જે ૫.૬૮ ટકાનો વધારો નોંધે છે.

પ્રવાસી સંખ્યાની બાબતે સેન્ટ્રલ રેલવેએ નવેમ્બર સુધી ૧.૦૬૪ અબજ પ્રવાસીઓનું વહન કર્યું હતું જ્યારે ગત વર્ષે આ સંખ્યા ૧.૦૩૯ અબજ  જેટલી હતી. એટલે કે પ્રવાસીઓની સંખ્યામાં ૨.૩૫ ટકા વધારો થયો છે. આમાં ચાલુ વર્ષે ૯૩.૬ કરોડ પ્રવાસીઓ સબર્બન સેકશનમાં હતા. એકલા નવેમ્બર માસમાં જ સેન્ટ્રલ રેલવેના નોન સબર્બન/ સબર્બન સેકશનમાં ૧૩.૮ કરોડ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો અને ગત વર્ષે ૧૨.૨ કરોડ લોકોએ પ્રવાસ કરેલો. નવેમ્બર મહિનામાં સેન્ટ્રલ રેલવેને ૫૫૪ કરોડ રૃપિયા પ્રવાસી આવક થઈ હતી.



Google NewsGoogle News