પોર્શે કાર અકસ્માત કેસમાં 900 પાનાંનું આરોપનામું કોર્ટમાં દાખલ
સગીરના માતા પિતા સહિત સાત આરોપીના નામનો સમાવેશ
મુંબઈ : પોર્શે કાર અકસ્માત કેસમાં પોલીસે કાર ચલાવી રહેલા સગીરના માતાપિતા સહિત સાત આરોપી સામે ૯૦૦ પાનાંનું આરોપનામું દાખલ કર્યું છે. ૧૭ વર્ષીય સગીરનો કેસ જ્યુવેનાઈલજસ્ટિસ બોર્ડ (જેજેબી) દ્વારા અલગથી ચલાવાઈ રહ્યો છે.
પુણેના કલ્યાણ વિસ્તારમાં ૧૯મેના રોજ દારુના નશામાં સગીરે ચાવેલી પોર્શે કારની અડફેટે બે આઈટી પ્રોફેશનલના મોત થાય હતા. સગીરના પિતા જાણીતો બિલ્ડર છે.
આરોપનામામાં સગીરના માતાપિતા, બે ડોક્ટરો અને સસૂન જનરલ હોસ્પિટલના સ્ટાફ અને બે વચેટીયાનો સમાવેશ થાય છે, એમ એડિશનલ કમિશનર ઓફ પોલીસે શાલેશ બાલકવાડેએ જણાવ્યું હતું. દસ્તાવેજમાં ૫૦ સાક્ષીદારના નિવેદન છે. પોલીસે ગયા મહિને સગીર સામે સવિસ્તર પુરાવા જેજેબી સમક્ષ રજૂ કર્યા હતા.