Get The App

મુંબઈના બજારોમાં તહેવાર નિમિત્તે 900 કરોડનું ટર્નઓવર

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
મુંબઈના બજારોમાં  તહેવાર નિમિત્તે 900 કરોડનું ટર્નઓવર 1 - image


નવા વર્ષની ઉજવણી વેપારીઓને ફળી

આ વર્ષે લોકોએ હોટલના સ્થાને ઘરે પાર્ટી યોજી, પરિણામે ચીજ વસ્તુઓના વેચાણમાં વધારો થયો

મુંબઈ :  ૨૦૨૩ના વર્ષને વિદાય અપાઈ અને નવા વર્ષનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આ પ્રસંગે બજારમાં સેંકડો કરોડનું ટર્નઓવર થયું છે. ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ (સીએટી)એ જણાવ્યું છે કે મુંબઈમાં નવા વર્ષનું ટર્નઓવર લગભગ રૃ. ૯૦૦ કરોડનું થયું છે. આ પ્રસંગે વિવિધ માધ્યમો થકી થયેલી ખરીદીને કારણે મોટાપાયે કોમશયલ ટર્નઓવર થયું હોવાનું જણાવાયું હતું.

ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ક્રિસમસ દરમ્યાન જૂના વર્ષને વિદાય આપવાનો અને નવા વર્ષને આવકારવાનો સમય છે. આ પ્રસંગે ઘરોને શણગારવામાં આવે છે અને વિવિધ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. લોકો પર્યટન માટે બહાર જાય છે. નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં સજાવટ અને ખાણીપીણી તેમજ કપડા પાછળ સારો એવો ખર્ચ થાય છે. વેપારી મંડળનું કહેવું છે કે આ વર્ષે બજારમાં લગભગ નવસો કરોડથી વધુ રૃપિયાનું ટર્નઓવર થયું હતું.

સીએટીના જણાવ્યા અનુસાર, ક્રિસમસ પહેલા જ બજારમાં સારો વેપાર શરૃ થઈ ગયો હતો. મુંબઈ શહેર, ઉપનગરો અને થાણેમાં આ પ્રસંગે કપડાં, ઘરગથ્થુ સામાન અને લાઇટની ખરીદી પૂરજોશમાં જોવા મળી હતી. ચાંદનીના આકારની રોશનીના તોરણોની કિંમત ૩૦ થી ૪૦ રૃપિયાથી લઈને ૫૦૦ રૃપિયા સુધીની હોય છે. તેમની સારી માંગ હોય તેવું લાગતું હતું. ચોકલેટના આકર્ષક પેક, વિવિધ પ્રકારની કેક, પેસ્ટ્રીની પણ સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે માંગ હતી. નવા વર્ષને આવકારવા માટે ઘણા ઘરોમાં, ઇમારતોના ટેરેસ પર, ખાસ કરીને વર્ષના છેલ્લા દિવસે રવિવારે પાર્ટીઓ યોજાઈ હતી. આ તમામ માટે જરૃરી ચીજવસ્તુઓનું વેચાણ ખૂબ જ સફળ રહ્યું હતું.

કેટના જણાવ્યા અનુસાર આ વર્ષે, નવા કપડાં ખરીદી વધુ પ્રમાણમાં થઈ હતી. ઉપરાંત, શહેર, હોટલ અથવા રેસ્ટોરન્ટની બહાર જઈને નવા વર્ષનું સ્વાગત કરવાને બદલે, લોકોએ ઘરે નવા વર્ષનું સ્વાગત કરવા માટે વધુ પાર્ટીઓ યોજી હતી. 

 


Google NewsGoogle News