નવી મુંબઈના ન્હાવા શેવામાં રૂ. 9.65 કરોડની સોપારીની દાણચોરીનો પર્દાફાશ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
નવી મુંબઈના ન્હાવા શેવામાં રૂ. 9.65 કરોડની સોપારીની દાણચોરીનો પર્દાફાશ 1 - image


ઘાટકોપરથી એક આરોપીની ધરપકડ

મુન્દ્રા સહિત વિવિધ બંદરો પર આ રેકેટની તપાસ ચાલી રહી છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: નવી મુંબઈમાં જવાહરલાલ નહેરુ કસ્ટમ હાઉસ ખાતે સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (એસઆઇઆઇબી)ના અધિકારીઓએ રૂ. ૯.૬૫ કરોડની કિંમતની ૧૮૯.૬ ટન સોપારીની દાણચોરી કરવાના મામલામાં ઘાટકોપરથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

કસ્ટમ્સ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે 'આ કેસમાં બીજી ધરપકડ છે. જપ્ત કરાયેલા માલ પરથી રૂ. ૧૧.૬૩ કરોડની ડયુટી ભરવાની છે.

ઘણી શોધખોળ બાદ સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. જેના કારણે ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ (આઇઇસી) ધારકના એક ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલાની વધુ તપાસ બાદ કસ્ટમ્સે ઘાટકોપરથી મુકેશ ભાનુશાલીની ધરપકડ કરી છે. તે યુએઇથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવેલી સોપારીનો માલિક હોવાનું કહેવાય છે.

ગુજરાતના મુદ્રા સહિત દેશના વિવિધ બંદરો પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ડિરેક્ટર ફરાર છે.

સોપારી પર ૧૧૦ ટકાની ડયુટી રાખવામાં આવી ચે. આ ચાર્જીસ ટાળવા  માટે આયાત દરમિયાન ખોટી માહિતી આપવામાં આવે છે.

ભારત વિશ્વમાં સોપારીના સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતમાં ચાલતા ગેરકાયદેસર ગુટખા ઉદ્યોગને સપ્લાય કરવા માટે સોપારીની મોટાપાયે દાણચોરી કરવામાં આવે છે, એમ એક અધિકારીએ કહ્યું હતું.


Google NewsGoogle News