સેન્ટ્રલ રેલવે આરપીએફ દ્વારા 9 માસમાં 831 બાળકોને બચાવાયાં
બાળકોનું કાઉન્સેલિંગ કરી તેમને તેમના પરિવાર સુધી પહોંચાડયા
મુંબઈ : સેન્ટ્રલ રેલવેમાં આ વર્ષે એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન આરપીએફના નન્હે ફરિશ્તે ઓપરેશન મારફતે ૮૩૧ ગુમશુદા બાળકોને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
મુંબઈના ટર્મિનસ પર કે અન્ય રેલવે સ્ટેશનો પર અવારનવાર આરપીએફને રખડત ખોવાયેલા બાળકો મળી આવે છે. આમાંથી મોટા ભાગના બાળકો ગ્રામીણ વિસ્તારોમાંથી મુંબઈના આકર્ષણથી ખેંચાઈને કે ઘરેલું ઝઘડાઓ જેવા કારણોથી ભાગીને આવી જતા હોય છે. એપ્રિલ-ઓક્ટોબર વચ્ચે સાત મહિનામાં સેન્ટ્રલ રેલવેના આરપીએફએ કુલ ૮૬૧ બાળકોને બચાવ્યા હતા અને સુરક્ષિત રીતે તેમના પરિવાર સુધી પહોંચાડયા હતા. આ બાળકોમાં ૫૮૯ છોકરાઓ અને ૨૭૨ છોકરીઓનો સમાવેશ થતો હતો. આરપીએફ મળેલા બાળકોનું કાઉન્સેલિંગ કરી તેમની સમસ્યા જાણી તેમને પરત તેમના માતા-પિતા પાસે જવા માટે તૈયાર કરે છે.