83 વર્ષીય બેશુદ્ધ પિતાની પાલકતા પુત્રીને આપવા હાઈકોર્ટની મંજૂરી
પિતા આર્થિક અને કાયદેસરના વ્યવહાર કરી શકે તેમ ન હોવાથી પુત્રીની અરજી
તબીબી અહેવાલ બાદ આદેશઃ પુત્રી કઈ રીતે સારસંભાળ રાખે છે તેની દેખરેખ 2 વર્ષ સુધી લીગલ એઈડ સેલ રાખશે
મુંબઈ : ૮૩ વર્ષિય પિતાની પાલકતા પુત્રીને હાઈ કોર્ટે પરવાનગી આપીને કોર્ટે ફાધર્સ ડેની અનોખી ભેટ આપતો ચુકાદો આપ્યો છે.પિતા બશુદ્ધ હોવાથી તેમની સારસંભાળ પુત્રી લઈ શકશે અને તેમના બધા વ્યવહાર અધિકૃતપણે હાથ ધરી શકશે.
પિતા સાજા થવાની ખાતરી ન હોવાથી તેઓ કોઈ આર્થિક વ્યવહાર કરી શકતા નથી. પુત્રીને પિતાની પાલક તરીકે નીમવામાં આવે છે તેની તમામ પ્રશાસને નોંધ લેવી એમ કોર્ટે આદેશમાં જણાવ્યું છે.
કોર્ટે અરજીની દખલ લઈને પિતાની તબીબી તપાસનો આદેશ આપ્યો હતો. ત્રણ ડોક્ટરે ચકાસણી કરીને અહેવાલ આપ્યો હતો કે તેઓ આર્થિક કે કાયદેસર કોઈ પ્રક્રિયા કરવા અક્ષમ છે.
પુત્રી પતિની કઈ રીતે સારસંભાળ રાખે છે તેના પર મહારાષ્ટ્ર લીગર એઈડ સેલે ધ્યાન રાખવું તથા દર ત્રણ મહિને તેની સમીક્ષા કરવી. આગામી બે વર્ષ સુધી લગીલ એઈડ સેલે આ રીતે સમીક્ષા કરવી પડશે. ત્યાર બાદ જરૃર પડયે લીગલ એઈડ સેલ કોર્ટ પાસે વધુ આદેશ માટે વિનંતી કરી શકાશે,એમ આદેશમાં જણાવ્યું હતું.
પુત્રીએ અરજીમાં જણાવ્યું હતું કે પિતાને કેન્સર છે અને તેમાં બ્રેઈન હેમરેજ થયું છે જેની સારવાર થઈ હતી પણ તે બેશુદ્ધ છે. પિતાના નામે સ્થાવર અનેજંગમ મિલકત છે. એક પુનર્વિકાસ ઈમારતના પ્રમોટર છે. માતાની વય થઈ ગઈ છે. પાલકત્વ પોતાને અપાવામાં માતાને વાંધો નથી. આથી બધા વ્યવહાર અને પાલકતા પોતાને આપવામાં આવે એવી વિનંતી પુત્રીએ કરી હતી, જેને માન્ય કરીને ે કોર્ટે નિકાલ કર્યો હતો.