મુંબઈમાં મકરસંક્રાતિમાં 800 પક્ષીઓ ઘાયલ થયા
નાયલોન માંજા પર પ્રતિબંધ છતાં અનેક ઘટનો
બોરીવલીમાં 21 વર્ષીય યુવકનુ માંજાની દોરીથી ગળુ કપાઈ જવાથી મોત
મુંબઈ : મુંબઈમાં રવિવાર અને સોમવારે પતંગ ઉડાડવા માટે વપરાતા ધારદાર નાયલોન માંજાને કારણે ૮૦૦ પક્ષીઓ ઘાયલ થઈ ગયા હતા, એમ એક અધિકારીએ કહ્યું હતું.
મકરસંક્રાતિના અવસર પર બે દિવસ પતંગ ઉડાડવાના કારણે ચર્ચગેટથી વિરાર સુધીની ઘટનાઓમાં ૮૦૦ પક્ષીઓ ઘાયલ થયા હતા. તેમજ દહિસર, કાંદિવલી, મલાડ, બોરીવલી પટ્ટામાં વધુ પક્ષીઓ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
ધારદાર માંજાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રવિવાર અને સોમવારે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષી પ્રેમીઓએ દાવો કર્યો હતો કે દહિસર, બોરીવલી, કાંદિવલી અને મલાડમાં ૫૦૦ થી વધુ ુ પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બોરીવલીમાં એક ટુ-વ્હીલર વાહન ચાલકનું માંજાની દોરીથી ગળુ કપાય જવાથી મૃત્યુ થયુ હતું. આ ઘટના બોરીવલીના કોરા કેંદ્ર ફલાયઓવરપર બની હતી. આ યુવકનું નામ મોહમ્મદ ફારુકી તરીકે તપાસમાં જાણવા મળ્યું હતું. હાલ આ ઘટનામાં બોરીવલી પોલીસે અજાણ્યા પતંગબાજ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જેમાં વધુ તપાસ ચાલુ છે.
ં પોલીસ પ્રશાસને આવી ઘટનાઓ વધુ ન બને તે માટે નાગરિકોને અપીલ કરી હતી કે આવા ધારદાર નાયલોનનો ઉપયોગ ન કરો, તેમજ જો કોઈ નાયલોનનો માંજાનો ઉપયોગ કરે છે અથવા તેનું વેચાણ કરે છે તો સીધુ પોલીસને જાણ કરો.