Get The App

10 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં મુંબઈ ફરી પાણી-પાણી, ટ્રેનો અટકી, માર્ગો જળબંબાકાર, આજે પણ એલર્ટ

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
10 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં મુંબઈ ફરી પાણી-પાણી, ટ્રેનો અટકી, માર્ગો જળબંબાકાર, આજે પણ એલર્ટ 1 - image


મુલુંડભાંડુપ, વિક્રોલી , ઘાટકોપર, માનખુર્દના પટ્ટામાં સૌથી વધુ ખાનાખરાબી

ભાંડુપ-કુર્લા સહિતના  સ્ટેશનોએ ટ્રેક પર પાણી આવી જતાં ટ્રેનો બંધ, ફલાઈટ્સને પણ અસરઃ આજે શાળાઓમાં રજા જાહેરઃ  સાંજે ઘરે પાછા ફરનારા લાખો લોકો અટવાયાઃ  રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી

અચાનક ભારે વરસાદથી ઉંઘતું ઝડપાયેલું પાલિકા તંત્ર પાણી   ઉલેચવા માટે  દોડયું,  રેડ એલર્ટના કારણે પાલિકા તંત્રને આખી રાત અધિકારીઓને રાતભર સાબદા રખાયા

મુંબઈ :  મુંબઈમાં છેલ્લા બે દિવસથી શરુ થયેલાં ભારે વરસાદી ઝાપટાઓના સિલસિલામાં સેન્ટ્રલ અને પૂર્વના પરાંઓમાં અતિશય ભારે વરસાદ ખાબક્યો હતો. સાંજ પછી તો સમગ્ર મુંબઈમાં ધુંઆધાર વરસાદ શરુ થઈ ગયો હતો. ભાંડુપ, મુલુંડ, ઘાટકોપર, વિક્રોલી, માનખુર્દ સહિતના વિસ્તારોમાં છથી આઠ ઈંચ કરતાં પણ વધુ વરસાદ પડી જતાં તમામ માર્ગો જળબંબાકાર થઈ ગયા હતા. કુર્લા અને ભાંડુપ  સહિતના સ્ટેશનોએ  ટ્રેક પર પાણી આવી જતાં સેન્ટ્રલની ટ્રેનો બંધ કરાઈ હતી. જોકે, વેસ્ટર્ન લાઈન પર અડધા કલાક જેવા વિલંબ સાથે ટ્રેનો દોડતી રહી હતી. 

મુંબઈમાં  હવામાન ખાતાંએ ગુરુવાર સવાર સુધીનો રેડ એલર્ટ જાહેર કર્યો છે. આજે  બપોર પછી શહેરમાં પરિસ્થિતિ એકાએક વણસી હતી .બ પોરના એકાદ વાગ્યા આસપાસ ભાંડુપ, થાણે, મુલુંડમાં ભારે વરસાદ શરુ થયો હતો. સાંજ સુધીમાં તો શહેરના અન્ય વિસ્તારો  પણ ભારે વરસાદની ઝપેટમાં આવ્યા હતા. એલબીએસ રોડ, ચેમ્બુર, મુલુંડ સ્ટેશન, ઘાટકાપર , દાદર, પરેલ, સાયનસહિતના વિસ્તારોમાં જોતજોતામાં પાણી ભરાઈ ગયાં હતાં. 

સૌથી વધુ વરસાદ મુલુંડ વિસ્તારમાં નોંધાયું હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું. જોકે, માનખુર્દમાં રાતના આઠ વાગ્યા સુધીમાં જ નવ ઈંચ જેટલો વરસાદ નોંધાય ોહતો. તેના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકર બની ગયા હતા. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવાં   દ્રશ્યો સર્જાયાં હતાં. મુલુંડ અને ભાંડુપમાં તો દુકાનોમાં પણ પાણી ઘૂસ્યાં હતાં.  ટ્રાફિક જામ થતાં તથા ટ્રેનો બંધ પડતાં સાંજે નોકરી ધંધા પરથી પાછા ફરતા લાખો લોકો અટવાયા હતા. પ્લેટફોર્મસ પર ભીડ જામી હતી. કેટલાય લોકો તો ચાલતા ચાલતા જ ઘર ભણી પ્રયાણ કરવા લાગ્યા હતા. 

રાતના વિઝિબિલિટી  પુઅર બની હતી. નજીકની બિલ્ડિંગો પણ દેખાય નહીં તેવી સ્થિતિ સર્જાઈ હતી. તેના કારણે મુંબઈ એરપોર્ટ પર કેટલીક ફલાઈટ્સના ઉડ્ડયન અને ઉતરાણમાં પણ વિલંબ સર્જાય ોહતો. 

મહાપાલિકાના સૂત્રોએ સ્વીકાર્યું હતું કે ભાંડુપ, વિક્રોલી, મુલુંડ, ઘાટકોપર, ચેમ્બુર, સાયન, બ્રીચ કેન્ડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ઠેર ઠેર પંપો મૂકી પાણી ઉલેચવાનું શરુ કરાયું છે. પાલિકાએ તેના તમામ તંત્રને સાબદું કર્યું છે. અધિકારીઓને રાતભર સચેત રહેવા જણાવાયું છે.  તમામ વોર્ડ ઓફિસરો, સ્ટોર્મ વોટર ડ્રેનેજના અધિકારીઓ તતા સમગ્ર સ્ટાફને રાતભર ફરજ પર રહેવા જણાવાયું હતું. મહાપાલિકાએ આવતીકાલે તમામ શાળા કોલેજો બંધ રાખવા જણાવ્યં હતું. નાગરિકોને પણ રેડ એલર્ટની  સ્થિતિના સંદર્ભમાં ઈમરજન્સી  સિવાય બહાર નહીં નીકળવા તાકીદ કરવામાં આવી હતી.



Google NewsGoogle News