Get The App

મુંબઈના 8 સ્ટેશનોનાં નામ બદલવાને મંજૂરી : અહમદનગર હવે અહલ્યા નગર

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
મુંબઈના 8  સ્ટેશનોનાં નામ બદલવાને મંજૂરી : અહમદનગર હવે   અહલ્યા નગર 1 - image


ગયાં વર્ષે ઔરંગાબાદ-ઉસ્માનાબાદનાં નામ બદલાયાં હતાં

લોકસભા ચૂંટણીની આચારસંહિતા પહેલાં કેબિનેટ એક્સપ્રેસઃ 48 કલાકમાં  2-2 વખત મીટિંગ 

મુંબઇ :  લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલાં રાજ્ય સરકારે ૪૮ કલાકમાં બીજીવાર કેબિનેટ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યત્વે મુંબઈના આઠ  સ્ટેશનોનાં નામ બદલવાની દરખાસ્તને મંજુૂરી અપાઈ હતી. આ ઉપરાંત અહમદ નગર શહેર-જિલ્લાને હવે અહલ્યાનગર નામ આપવાનો નિર્ણય કરાયો હતો. પુણ્યશ્લોક અહલ્યા દેવી હોલકરનાં  સન્માનમાં આ નામ બદલવાનો નિર્ણય લેવાયો હતો. 

હજુ સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં ૧૮ ઠરાવો પસાર કર્યા બાદ હવે આજની કેબિનેટમાં વધુ ૨૬ નિર્ણયો  થયા હતા. 

ગયાં  વર્ષે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર તથા ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરાયું હતું. હવે આજેની કેબિનેટમાં અહમદ નગરનું નામ અહલ્યા નગર કરવામ્ આવ્યું છે. 

મુંબઈના આઠ સ્ટેશનોનાં બ્રિટિશ કાલીન નામો બદલવાની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ હતી. 

પ્રસ્તાવ મુજબ કરી રોડ સ્ટેશનનું નામ લાલબાગ, સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનનું નામ ડોંગરી, મરીન લાઇન્સ સ્ટેશનનું નામ મુંબાદેવી, ચર્નીરોડ સ્ટેશનનું નામ ગિરગામ, કોટન ગ્રીન સ્ટેશનનું નામ કાલાચોકી, ડોક્યાર્ડ રોડ સ્ટેશનનું નામ મઝગાંવ અને કિંગ્સસર્કલ સ્ટેશનનું નામ તીર્થંકર પાર્શ્વનાથ રાખવામાં આવશે. 

 કાયદાકીય મંજૂરીબાદ આ સ્ટેશનોના નામ બદલ્યાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રેલવે મંત્રાલયને મોકલવામાં આવશે.

રાજ્ય સરકારે  આ અગાઉ મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનું નામ બદલીને નાના જગન્નાથ શંકર શેઠ સ્ટેશન રાખવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં કેન્દ્ર  સરકારે શહેરના એલ્ફિન્સ્ટન રોડ ઉપનગરીય સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી કરી નાખ્યું હતું. આ  સ્ટેશનનું નામ વર્ષ ૧૮૫૩થી ૧૮૬૦ દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર લોડ એલ્ફિન્સ્ટન પરથી પડયું હતું.

થોડા મહિનાઓ પહેલા દક્ષિણ મુંબઇના પ્રતિષ્ઠિત છત્રપતિ શિવાજી ટર્મીનસનું નામ 'મહારાજ' ઉમેરવામાં આવ્યું હતું. આ  ઉમેરા  સાથે તેનું નામ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ બન્યું છે. તે એક સમયે ગ્રેટ બ્રિટનની રાણી વિક્ટોરિયા પરથી વિક્ટોરિયા ટર્મિનસ તરીકે જાણીતું હતું.



Google NewsGoogle News