આઈઆઈટી બોમ્બેમાં 76 ટકા વિદ્યાર્થીઓ માનસિક તાણમાં

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
આઈઆઈટી બોમ્બેમાં 76 ટકા વિદ્યાર્થીઓ  માનસિક તાણમાં 1 - image


અમદાવાદનાં દર્શન સોલંકીની આત્મહત્યા બાદ થયો સર્વે

કેમ્પસનું સ્પર્ધાત્મક વાતાવરણ વિદ્યાર્થીઓમાં તાણ નિર્માણ કરે છે,

મુંબઈ :  આઈઆઈટી મુંબઈમાં અમદાવાદના દર્શન સોલંકી નામના વિદ્યાર્થીની આત્મહત્યા બાદ અહીંના કેમ્પસમાં વિદ્યાર્થીઓના સ્ટ્રેસનું સ્તર ચકાસવા એક સર્વેક્ષણ કરાયું હતું.  તેમાં  ૭૬ ટકા વિદ્યાર્થીઓ  માનસિક તાણ અનુભવતા હોવાનું જણાયું છે. 

આઈઆઈટી મુંબઈએ એપ્રિલમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધર્યો હતો. ફેબુ્રઆરીમાં પ્રથમ વર્ષમાં ભણતા દર્શન સોલંર્કીએ કરેલી આત્મહત્યા બાદ આ પ્રકારના સર્વેનો નિર્ણય લેવાયો હતો. પ્રથમ વર્ષમાં ભણતાં કુલ વિદ્યાર્થીઓમાંથી ૩૫૦ (આશરે ૨૫ ટકા) વિદ્યાર્થીઓએ આ સર્વેમાં ભાગ લીધો હતો. અતિસ્પધા એ તેમના તણાવનું મુખ્ય કારણ હોવાનું સર્વે દ્વારા સામે આવ્યું છે. સાથે જ અભ્યાસક્રમની સંકલ્પનાઓ સમજવામાં થતી મુશ્કેલી, પ્રાધ્યાપકો દ્વારા મદદનો અભાવ, હલકી ગુણવત્તાનું ભોજન અને પરિવારથી દૂર રહેવું વગેરે બાબતો પણ વિદ્યાર્થીઓમાં માનસિક તાણ નોંતરતી હોવાનું સામે આવ્યું છે.

વિદ્યાર્થીઓમાં અતિ પડતાં સ્પર્ધાત્મક ભાવને કારણે માનસિક સ્ટ્રેસ વધારે જોવા મળ્યો હતો.  આ માટે  વિદ્યાર્થીઓએ કેમ્પસના સ્પર્ધાત્મક વાતાવરણને જવાબદાર ગણાવ્યું છે. આથી આ સર્વેક્ષણના તારણ બાદ આઈઆઈટી મુંબઈએ શાખા બદલવાનો પર્યાય બંધ કરવો, મોડી સાંજે અથવા સપ્તાહાંતે લેવાતા વ્યાખ્યાન બંધ રાખવા, વિદ્યાર્થીઓને વિષયમાં ક્લિયર કરવા બીજી તક આપવી, વાલીઓને વિદ્યાર્થીઓની ઉપસ્થિતી બદ્દલ માહિતી આપવી જેવા પગલાં  ભરવામાં આવ્યાં છે.



Google NewsGoogle News