અકસ્માતમાં મોતના કિસ્સામા 76.3 લાખના વળતરનો આદેશ
પુણે એક્સપ્રેસ વે પર ટનલ સાથે કાર અથડાઈ હતી
કાર માલિક અને વીમા કંપનીએે 7.5 ટકા વ્યાજ સાથે ચૂકવણી કરવાની રહેશે
મુંબઈ : પાંચ વર્ષ પૂર્વે કાર અકસ્માતમાં માર્યા ગયેલા ૩૯ વર્ષીય શખસના પરિવારને રૃ. ૭૬.૩ લાખનું વળતર આપવાનો થાણેની મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ (મેક્ટ)એ આદેશ આપ્યો છે.
મેક્ટ ચેરમેન એસ. બી. અગ્રવાલે કાર માલિક અને વીમા કંપની ધ ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સને કેસ કર્યો એ તારીખથી ૭.૫ ટકા વ્યાજ સાથે વળતરની રકમ આપવા આદેશમાં જણાવ્યું છે.
૨૨ ફેબુ્રઆરી ૨૦૨૦માં બનેલી ઘટનામાં મૃતક સંદેશ કુસમ પુણેમુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારમાં પ્રવાસ કરી રહ્યો હતો કારના ચાલકે વાહન પર કાબૂ ગુમાવતાં ટનલમાં અથડાઈ હતી. આડેધડ અને બેદરકારીથી વાહન ચલાવાવથી અકસ્માત થયાનું ટ્રિબ્યુનલે નોંધ્યું હતું.
આવકનું નુકસાન મિલકતનું નુકસાન અને અંતિમ વિધિનો ખર્ચ તેમ જ પરિવારનો પુત્ર ગુમાવ્યાની ખોટ બદલ કુલ મળીને રૃ. ૭૬.૩૦ લાખનું વળતર આપવાનો આદેશ અપાયો હતો.