સ્ટેશનોના સ્ટોલ પરથી બિરયાની ખાધા બાદ 70 યાત્રીને ફૂડપોઇઝનિંગ
સ્ટેશનો પર ટ્રેનમાંથી પ્રવાસીઓને ઉતારવા પડયા
જુદા-જુદા સ્ટેશનોએથી ટ્રેનમાં મેડિકલ ટીમો મોકલવી પડીઃ નાગપુર અને બલ્લારશાહના સ્ટોલ સીલ કરાયા
મુંબઇ : નાગપુર રેલવે સ્ટેશન તથા બલ્લારશાહ સ્ટેશનના જન આહાર સ્ટોલ પર વેંચાતી બિરીયાની ખાવાથી ૬૦થી ૭૦ પ્રવાસીઓને ખોરાકી ઝેર થઈ જવાની ઘટના બની હતી. બન્ને સ્ટેશનના સ્ટોલના વિવિધ ખાદ્યપદાર્થના સેમ્પલ જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસ બાદ કાર્યવાહી કરવામાં ાવશે. તેવું પ્રશાસને કહ્યું હતુ.ં
સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે યશવંતપુર એક્સપ્રેસ સવારે ગોરખપુર જઈ રહી હતી ત્યારે બલ્લારશાહ રેલવે સ્ટેશનના કેટરિંગમાંથી બિરીયાનીના પાર્સલ રેલવેમાં મૂકાયા હતા. કેટલાક પ્રવાસીઓએ જન આહાર સ્ટોલ પરથી બિરયાની ખરીદી હતી. આમાંથી થોડા પાર્સલ નાગપુર રેલવે સ્ટેશનના સ્ટોલ પર મૂકવામાં આવ્યા હતા. બિરયાની ખાનારા પ્રવાસીઓને તકલીફ શરૃ થવાથી જુદાં જુદાં રેલવે સ્ટેશનેથી ડોક્ટરોન ી ટીમોએ ટ્રેનમાં ચઢી અને પ્રવાસીઓની સારવાર કરી હતી. કેટલાક પ્રવાસીઓને જુદા જુદા સ્ટેશને ઉતારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ નાગપુર, બલ્લારશાહના જનઆહાર સ્ટોલ અને વિવિધ વિક્રેતાઓની તપાસ કરી હતી. ઠેરઠેરના સીસીટીવી ફૂટેજની તપાસ બાદ જાણ થી હતી કે કુલ ૧૦૦થી ૨૦૦ પ્લેટ બિરયાનીના પાર્સલનો પુરવઠો બન્ને સ્ટેશને સ્ટોલ પર થયો હતો. તેથી સ્ટોલને સીલ કરવામાં આવ્યા છે.