Get The App

થાણેમાં પોલીસ ભરતી દરમિયાન ગેરરીતિ બદલ 7ની ધરપકડ

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
થાણેમાં પોલીસ ભરતી દરમિયાન ગેરરીતિ બદલ 7ની ધરપકડ 1 - image


આરોપીઓમાં બે મહિલાનો પણ સમાવેશ

પરીક્ષા આપતી વખતે ગેજેટ્સ, બ્લૂટૂથ વગેરેનો ઉપયોગ કરતા પકડાયા

મુંબઇ :  થાણેમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં કથિત રીકે ગેરરીતિ આચરવા બદલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.

થાણેના નૌપાડા અને વર્તક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ત્રણ એફઆઇઆર સંબંધમાં રવિવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં ભરતી પ્રક્રિયા માટે પરીક્ષા કેન્દ્રો આવેલા હતા.

આરોપીઓ પરીક્ષા આપતી વખતે ગેજેટ્,, બ્લૂટૂથ વગેરેનો ઉપયોગ કરતા પકડાયા હતા. બે મહિલા સહિત સાત જણ જાલના, છત્રપતિ સંભાજીનગર, અહમદનગરના રહેવાસી છે. આ ગુનામાં તેમને મદદ કરનારા વધુ એક વ્યક્તિ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે વધુમાં કહ્યું હતું.

આરોપીઓમાં સંદીપ દૂધે, જીવ નૈમાની, ચંદન બહુરે, સુવર્ણા પિંજરી, સુનિલ સાળવે, આનંદસિંહ દુલત અને યુવરાજ રાજપુતનો સમાવેશ  થાય છે. આ મામલામાં ભારતીય ન્યાય સંહિતા, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એકટ, બોર્ડ એન્ડ અધર સ્પેસિફાઇડ એક્ઝામિનેશન એકટ તેમજ અન્ય કલમ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી.



Google NewsGoogle News