પરીક્ષામાં ચોરી માટે 7-7 અંડરવેર પહેરી તેમાં માઈક્રો ડિવાઈસ છૂપાવી

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
પરીક્ષામાં ચોરી માટે 7-7 અંડરવેર પહેરી તેમાં માઈક્રો ડિવાઈસ છૂપાવી 1 - image


બીડમાં સપ્લાય ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉમેદવારનું પરાક્રમ

મેટલ ડિટેક્ટરમાં ન પકડાઈ જવાય તે માટે કિમિયોઃ બાથરુમમાં વધારે સમય લાગતાં પરીક્ષા કેન્દ્રના કર્મચારીઓને શંકા ગઈ

મુંબઇ :  પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતી વેળાએ મેટલ ડિટેક્ટર દ્વારા પરીક્ષાર્થીની તપાસ કરાય છે. પરંતુ મેટલ ડિટેક્ટર માઈક્રો ડિવાઈસ કનેક્ટર કે અન્ય સામગ્રી શોધી ન શકે તે માટે બીડના એક પરીક્ષાર્થીએ એક પર એક સાત અંડરવેર પહેરી તેમાં ડિવાઈસ છૂપાવ્યું હોવાની આંચકાદાયી માહિતી સામે આવી છે. સરકારી પરીક્ષાઓમાં હાઈટેક પદ્ધતીએ કૉપી કરી પાસ કરવાનું એક મોટું રેકેટ ચાલી રહ્યું હોવાની શંકા મહેસૂલ અધિકારી તથા પોલીસોને છે.  

બીડ શહેરના સ્વામી વિવેકાનંદ કોમ્પ્યુટર સેન્ટરમાં સપ્લાય ઈન્સ્પેક્ટર પદ માટે ૨૮ ફેબુ્રઆરીના ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી. તે સમયે બીડના બકરવાડીમાં રહેતો એક પરીક્ષાર્થી લહૂ કાળે ઘણો સમય બાથરુમમાંથી બહાર ન આવતાં પરીક્ષા કેન્દ્રના કર્મચારીઓને તેના પર શંકા ગઈ હતી. તે પાછો ફર્યા બાદ તેની ઝડતી લેવામાં આવી હતી. ત્યારે તેની પાસેથી માઈક્રો ડિવાઈસ અને અન્ય સામગ્રી મળી હતી. 

પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્રમાં છોડતી વેળાએ તેની મેટલ ડિટેક્ટર મશીન દ્વારા તપાસ કરાતી હોય છે. જેમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રિક વસ્તુઓ જો શર્ટમાં કે અન્ય ક્યાંય પણ છૂપાવી હોય તો તે મશીનમાં બીપ વાગવાની સાથે ઝડપથી પકડાઈ જાય. આ વાતની આરોપી પરીક્ષાર્થીને જાણ હોવાથી તેણે પરીક્ષા કેન્દ્ર પર જવા પહેલાં એક પર એક એમ સાત અંડરવેર પહેરી હાઈટેક ચોરીની પદ્ધતી અપનાવી હતી.  



Google NewsGoogle News