ટોરેસ કંપનીમાં મીરા ભાયંદરના 26 રોકાણકારોના પણ 68 લાખ ડૂબ્યા
નવઘર પોલીસ મથકે ટોરેસ સામે વધુ એક ફરિયાદ
પતિની નિવૃત્તિ મૂડી ગુમાવી બેસતાં જૈન વૃદ્ધાનો વલોપાતઃ મોટી વિદેશી કંપની હોવાથી ભરોસો રાખીને પૈસા રોક્યા હતા
મુંબઈ- સમગ્ર મુંબઈ અને નવી મુંબઈના વિવિધ વિસ્તારોમાં બ્રાન્ચ શરુ કરી અવિશ્વસનીય વળતરની લાલચે રોકાણકારોના કરોડો રુપિયા ઉઘરાવી ફુલેકું ફેરવનારી ટોરેસ કંપની દ્વારા મીરા-ભાયંદરના ૨૬ વ્યક્તિઓ સાથે કુલ ૬૮ લાખ રૃપિયાની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. એથી આ બાબતે નવઘર પોલીસ મથકમાં ગુનાની નોંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અનેક પોતાની જમાપુંજી તો કોઈએ પોતાની સેવિંગ્સના પૈસા રોકાણ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
મુંબઈના વિવિધ ઉપનગરોમાં આવેલી 'ટોરેસ' કંપની દ્વારા ૧૦ ટકા વળતર આપવાની લાલચમાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો દ્વારા પણ રોકણા કરવામાં આવ્યું હતું. પરંતુ, આ કંપનીની તમામ શાખાઓ સોમવારે અચાનક બંધ થઈ ગઈ હતી.ભાયંદરના ગોડદેવ અને મીરા રોડના રામદેવ પાર્કવિસ્તારમાં આવેલી કંપનીની ઓફિસો પણ બંધ થઈ ગઈ હતી, જેના કારણે રોકાણકારોનો ભારે ધસારો અહીં જોવા મળ્યો હતો. તેમ જ કંપનીની ઓફિસો અચાનક બંધ પડી જતાં રોકાણકારોમાં ભારે હચમચી ગયા અને ચિંતાતુર પણ જોવા મળ્યા હતા. દાગીનાના વેચાણ સાથે રોકાણનો વ્યવસાય કરતી આ કંપની દ્વારા ગ્રાહકોની અમુક મહિનામાં જ મોટા પ્રમાણમાં વળતર આપવાની લાલચ દાખવી હતી.
એમાં પણ ઘણા લોકોએ ૧૧ ટકા સાપ્તાહિક વ્યાજ વળતર મેળવવાની આશામાં લાખો રૃપિયાનું રોકાણ કર્યું હતું.દરમિયાન કંપનીનો પર્દાફાશ થયા બાદ કુલ ૨૬ લોકોએ નવઘર પોલીસ મથકમાં આથક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
નવઘર પોલીસ મથકના વરિ પોલીસ અધિકારી ધીરજ કોલીએ માહિતી આપી હતી કે, સર્વેશ સુર્વે, વિક્ટોરિયા કોવાલેન્કા અને ઇમ્રાજ જાવેદ વિરુદ્ધ લગભગ ૬૮ લાખ ૧૧ હજાર રૃપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
જ્યારે ભાયંદરના એક જૈન વૃદ્વાએ નામ ન આપતાં જણાવ્યું હતું કે 'મારા પતિ રિટાયર્ડ થયા એ અમારી બચતના પૈસામાંથી અમે આમા રોકાણ કર્યું પણ આ રીતે થશે એ સપને પણ વિચાર્યું નહોતું. આમ તો આપણે એટલા ફ્રોડ સાંભળી રહયા હોવાથી સર્તકાને લીધે કયાંય ફસાતાં નહોતા પરંતુ આ મોટી કંપની હોવાથી લોકોએ વિશ્વાસ રાખીને એમાં પૈસાની રોકાણ કરી બેસ્યા છે.