60 વર્ષીય વૃદ્ધાના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું
બ્રેઈન સ્ટેમ ડેડ બાદ પરિવારજનોએ મંજુરી આપી
મૃતકની 2 કિડની, ફેફસા અને લીવરનો ઉપયોગથી 4 શખ્સોને નવજીવન મળ્યું
મુંબઇ : નવી મુંબીમાં એક ૬૦ વર્ષીય વૃદ્ધાએને ૧૭ જુને બ્રેઈન સ્ટેમ ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ પરિવાર જનોએ અંગદાનને મંજુરી આપતા ચાર શખ્સોને નવજીવન આપ્યું હતું.
નવી મુંબઈમાં ૬૦ વર્ષીય વૃદ્ધા ૧૫મી જુનના રોજ ડાબી બાજુના લકવા અને મગજમાં રક્તસ્ત્રાવના અભાવ સાથે પવઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાદ તેમનું ઓપરેશન કર્યા બાદ પણ તેમના મગજમાં લોહી વહેતું ન હતું. ૧૭મી જુને તેમને બ્રેઈન સ્ટેમ ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં અંગદાનનો નિર્ણય લેવાયો હતો.
સ્થાપિત પ્રોટોકોલને અનુસરીને, હોસ્પિટલમાં જરુરિયાતમંદ દર્દીઓમાં એક કિડની અને એક લીવરનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તો મૃતકના ફેફસાને અન્ય હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું અને બીજી કીડની બીજી એક હોસ્પિટલમાં પરેલના દર્દીને મોકલવામાં આવી હતી.
અફસોસની વાત એ છે કે, મૃતક તંદુરસ્ત હોવા છતાં, યોગ્ય પ્રાપ્તકર્તા ઉપલબ્ધ ન હોવાથી હૃદયનો ઉપયોગ કરી શકાયો ન હતો.