Get The App

ટ્રક પલટી ખાઈ જતા શેરડીના ઢગલા નીચે દબાઈને 6 મજૂરનાં મોત

Updated: Mar 11th, 2025


Google News
Google News
ટ્રક પલટી ખાઈ જતા શેરડીના ઢગલા નીચે દબાઈને 6 મજૂરનાં મોત 1 - image


મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં  દુર્ઘટના

શેરડી કાપીને પરત ફરી રહેલા નિંદ્રાધીન શ્રમિકોને ભાગવાનો પ્રયાસ કરવાનો મોકો ન મળ્યોઃ ૧૧ જખમી

મુંબઈ -  મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં રવિવારે મધરાતે શેરડીથી ભરેલી   ટ્રક પલ્ટી જતાં  છ  મજૂરોના મોત અને અન્ય ૧૧ ઘાયલ થયા હતા. મજૂરો સૂતા હોવાથી જીવ બચાવવાનો પ્રયાસ કરી શક્યા નહોવાનું  કહેવાય છે.

છત્રપતિ સંભાજીનગરની કન્ડ-પિશોર ઘાટ વિસ્તારમાં ગઈકાલે રાતે લગભગ ૨-૩૦ વાગ્યે બની હતી. 

કન્નડ શહેર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે શેરડી ભરેલો ટ્રક  કન્નડ-પિશોર ઘાટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.  ટ્રકમાં ૨૧૭ મજૂરો ટ્રકમાં પ્રવાસ કરી રહ્યા હતા. શેરડી કાપીને મજૂરો વતન  જઈ રહ્યા હતા. મજૂરો ટ્રકમાં સૂતા હતા.

તે સમયે ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના લીધે ટ્રક પલટી ખાઈ ગઈ હતી. મજૂરો રસ્તા પર પટકાયા હતા.  તેમના શરીર પર શેરડીનો ઢગલો પડયો હતો તેએો દબાઈ ગયા હતા. 

આ બનાવની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.  સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી  હાથ ધરી હતી. 

અધિકારીએ જણાવ્યું હતું કે શેરડીના ઢગલા નીચે ચાર મજૂરો મૃત હાલતમાં મ ળી આવ્યા હતા. બે જણે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

મૃતકોની એોળખ કિસન રાઠોડ (ઉ.વ.૩૦), મનોજ ચવ્હાણ (ઉ.વ.૨૩), મિથુન ચવ્હાણ (ઉ.વ.૨૬), વિનોદ ચવ્હાણ (ઉ.વ.૨૮),  કૃષ્ણા રાઠોડ (ઉ.વ.૩૦), જ્ઞાાનેશ્વર ચવ્હાણ (ઉ.વ.૩૬) તરીકે થઈ છે.

તેઓ કન્નડ તાલુકાના સાતકુંડ અને બિલખેડાના રહેવાસી હતા. ઈજાગ્રસ્ત ઈદરચંદ ચવ્હાણ,  રવિન્દ્ર ચવ્હાણ, રાણી રાઠોડ, લખન રાઠોડ, સાગર રાઠોડ, રાહુલ ચવ્હાણ, સચિન રાઠોડ, આરતી ચવ્હાણ, મારુ ચવ્હાણ, નામદેવ ચવ્હાણ, અનિતા ચવ્હાણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આ દરી છે.


Tags :