મુંબઈમાં વરસેલા મૂશળધાર વરસાદમાં લગભગ 6 ઈંચ વરસાદ વરસ્યો, 1નું મોત 3 જખ્મી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં વરસેલા મૂશળધાર વરસાદમાં લગભગ 6 ઈંચ વરસાદ વરસ્યો, 1નું મોત 3 જખ્મી 1 - image


આજે શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની  આગાહી

નીચાણવાળા નિસ્તારમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર, બસને અન્ય માર્ગે વાળ્યા

મુંબઈ - મેઘરાજા મન મૂકીને વરસેલા વરસાદને કારણે મુંબઈમાં ૬ ઈંચ વરસાદ વરસ્યો હતો.  શહેરમાં વૃક્ષ, શોર્ટસર્કિટ અને ભેખડ ઘસી પડવાની દુર્ઘટના બની હતી. જેમાં શોર્ટ સર્કિટથી એક ઈમારતમાં આગ લાગતા એક વ્યક્તિ મરણ પામી હતી. અને ૩ જખ્મી થયા હતા. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના પગલે વાહન વ્યવહાર અને બસ રૃટ અન્ય માર્ગે વાળવા પડયા હતા. આ સિવાય મુંબઈની પશ્ચિમ, મઘ્ય અને હાર્બરની લોકલ સેવામાં પણ અવરોદ સર્જાયો  બતો.  જ્યારે શહેર પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયો સારો વરસાદ વરસતા વિહાર અને મોડક સાગર જળાશય છલકાયું હતું.  આવતી કાલે દરિયામાં બપોરે ભરતી હોવાથી ભારે વરસાદ દરમિયાન શહેર જળબંબાકાર બને એવી શક્યતા છે.

આગામી ૨૪ કલાકમાં ંમુંબઈ શહેર અને ઉપનગરોમાં અમુક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ વરસે તેમ જ ૭૦થી કિ.મિ.ના ઝડપે પવન ફૂંકાશે એવી આગાહી કોલાબા વેધશાળાએ કરી હતી.

બુધવારે સવારે ૮.૩૦થી આજે સાંજે ૫૩૦ વાગ્યા સુધી વિતેલા ૩૬ કલાક દરમિયાન સાંતાક્રુઝમાં ૧૪૫.૨ મિ.મિ. (૬ ઈંચ૦ અને કોલાબામાં ૧૦૭.૩ મિ.મિ.  (સવા ચાર ઈંચ) વરસાદ વરસ્યો હોવાનું વેધશાળાએ નોંધ્યું હતું. 

આવતીકાલે બપોરે ૩.૩૯ કલાકે દરિયામાં ભરતી છે દરિયાના મોજાં ૪.૪૬ મીટર ઊંચે ઉછળશે. જો આ દરમિયાન મૂશળધાર વરસાદ વરસે તો શહેર જળબંબાકાર બને એવી શક્યતા છે.

જયારે મુંબઈ મહાનગરપાલિકાએ આજે સવારે ૮.૩૦થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી વરસેલા વરસાદના આપેલા આંકડા મુજબ સાંતાક્રુઝમાં ૭૭.૧ મિ.મિ. (૩ ઈંચ) અને કોલાબામાં ૪૪.૮ (પોણા બે ઈંચ) વરસાદ વરસ્યો હોવાનું નોંધ્ય હતું.

શહેરમાં કુર્લા, સાયન, દહિંસર, મલાડ, અંધેરી સબ વે, મિલન સબવે, ગાંધી માર્કેટ સહિત અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. જેના પગલે બેસ્ટની અનેક બસોને અન્ય માર્ગે વાળવામાં આવી હતી. તેમ જ વાહનવ્યવહારોને પણ અન્ય માર્ગે વાળવામાં આવ્યો હોવાનું પાલિકાએ નિકાલ કરવા શહેરમાં ૨૦૦થી વધુ ઠેકાણે પાણી ખેંચવાના પમ્પ શરૃ કરાયા હતા. 

શહેરમાં આજે શોર્ટ સર્કિટના ૯ કેસ બન્યા હતા. જેમાં તળમુંબઈમાં ૩, પશ્ચિમ ઉપનગરમાં બે, પૂર્વ ઉપનગરમાં બોરીવલી (પૂર્વ)માં માગીઠાણે મેટ્રો સ્ટેશન નજીક આવેલી એક ઈમારતમાં છઠ્ઠા માળે ઈલેકટ્રિક ડકમાં બપોરે શોર્ટ સર્કિટની આગ લાગતા એક વ્યકિતનું મોત થયું હતું જ્યારે ૩ જણ જખ્મી થયા હતા.

જ્યારે અંધેરી ખાતે ગિલબર્ટ હિલ વિસ્તારમાં ભેખડ ધસી પડી હતી પણ કોઈપણ જાતની જાનહાનિ થઈ નથી એમ પાલિકાએ જણાવ્યું હતું.

જ્યારે શહેકમાં ૩૨ વૃક્ષ ધરાશાયી થયા હતા એમાં પશ્ચિમ ઉપનગરમાં ૧૭, પૂર્વ ઉપનગરમાં ૯ અને તળમુંબઈમાં ૬ વૃક્ષનો સમાવેશ થાય છે.

જ્યારે આજે સવારે ૧૦.૩૦ વાગે કુર્લા અને ઘાટકોપર સ્ટેશન નજીક ટ્રેકમાં પાણી ભરાયા હતા. પરંતુ લોકલ સેવા ધીમી ગતિએ દોડી હતી. આથી મધ્ય રેલવેની સેવા અડધો કલાક વિલંબથી દોડી હતી.

જ્યારે પશ્મિ રેલવેની લોકલ સેવા ૧૦-૧૫ મિનિટ વિલંબથી દોડી હતી.

શહેરના કયા વિસ્તારમાં કેટલો વરસાદ

વિસ્તાર વરસાદ મિ.મિ.

અંધેરી- ૧૬૧.૬

પવઈ ૧૫૯.૨

સાંતાક્રુઝ ૧૫૮.૨

કાંદિવલી ૧૫૮.૦

ઘાટકોપર ૧૫૭.૦

દિંડોશી ૧૫૭.૨

વિક્રોલી ૧૪૭

બીકેસી ૧૪૪.૪

શિવડી ૧૧૨

સાયન ૧૦૯

મસ્જિદ બંદર ૧૦૯

વડાલા ૧૦૬



Google NewsGoogle News