40 ફીટના રેફ્રિઝરેટેડ કન્ટેનરમાં આમલી વચ્ચે 6 કરોડની સિગરેટ છૂપાવી

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
40 ફીટના રેફ્રિઝરેટેડ કન્ટેનરમાં આમલી વચ્ચે 6 કરોડની સિગરેટ છૂપાવી 1 - image


ન્હાવા શેવા બંદરે 33.92 લાખ સિગરેટનો જથ્થો જપ્ત

ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈનું સર્ચ ઓપરેશનઃ પ્રતિબંધિત આયાતી સિગરેટો ભારતના બજારોમાં પહોંચતી કરવા દાણચોરી

મુંબઇ :  ડાયરેકટોરેટ ઓફ રેવેન્ય ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ તાજેતરમાં ન્હાવા-શેવા ખાતેથી એક ૪૦ ફીટના રેફ્રિઝરેટેડ કન્ટેનરમાં છૂપાવેલો ૫.૭૭ કરોડનો પ્રતિબંધિત આયાતી સિગારેટનો જથ્થો જપ્ત કરી દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. કન્ટેનરમાં આમલીના જથ્થા વચ્ચે સીફતપૂર્વક સિગારેટનો આ જથ્થો છૂપાવીને રાખવામાં આવ્યો હતો. ડીઆરઆઇએ કુલ મળી ૩૩,૯૨,૦૦૦ સિગારેટનાં નંગ જપ્ત કર્યા હતા.

ડીઆરઆઇને મળેલી ગુપ્ત માહિતીના આધારે જવાહરલાલ નહેરું પોર્ટ પર પહોંચેલા  ન્હાવાશેવા ખાતેના એક કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન (સીએફએસ) ખાતે આંતરવામાં આવ્યું હતું. આ કન્ટેનરની  ઝીણવટભરી તપાસ કરવામાં આવતા તેમાં આમલીના જથ્થા વચ્ચે સીફતપૂર્વક સિગારેટનો જથ્થો છૂપાવેલો મળી આવ્યો હતો. 

તસ્કરોએ દરેક આમલીના બોક્સની વચ્ચે સિગારેટના બોક્સ એવી રીતે છૂપાવીને મૂકેલા કે પ્રથમ નજરે કોઇને સિગારેટની તસ્કરીનો ખ્યાલ જ ન આવે. સિગારેટના બોક્સને ચતુરાઇથી ચારે બાજુથી આમલીથી ઢાંકી દીધાહતા.

ડીઆરઆઇએ ત્યાર બાદ એક-એક કરી આંખા કન્ટેનરની તપાસ હાથ ધરી કન્ટેનરમાં છૂપાવેલો રૃા.૫.૫ કરોડનો સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો. ડીઆરઆઇએ કન્ટેનરમાંથી તસ્કરીની સિગારેટના ૩૩,૯૨,૦૦૦ નંગ જપ્ત કર્યા હતા. જેની બજાર કિંમત રૃા.૫.૭૭ કરોડ આંકવામાં આવી હતી. ડીઆરઆઇ. તસ્કરીના આ મામલે ઉડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. તેમજ આ  જથ્થો કોને મોકલવામાં આવ્યો હતો તેની તપાસ હાથ ધરી છે.

સરકાર દ્વારા સિગરેટની જન આરોગ્ય પર માઠી અસરોને કારણે તેના વેચાણને નિયંત્રિત કરવા તેના પર ઊંચા વેરા લગાવવામાં આવે છે.  સંખ્યાબંધ વિદેશીસિગરેટસની આયાત પર તો સમૂળગો પ્રતિબંધ જ લાદી દેવાયો છે. પરંતુ, દાણચોરો ગેરકાનૂની માર્ગો અપનાવી વિદેશથી આ સિગરેટ મગાવી સ્થાનિક બજારમાં ઊંચા દામે વેચે છે.



Google NewsGoogle News