Get The App

પાલઘર અને કસારાથી મુંબઇ આવતી કારમાંથી 6.25 કરોડની રોકડ જપ્ત

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
પાલઘર અને કસારાથી મુંબઇ આવતી કારમાંથી 6.25 કરોડની રોકડ જપ્ત 1 - image


પોલીસ નાકાબંધીમાં કારને આંતરી ઝડતી

તલાસરી ચેકપોસ્ટ પરથી 4.25 કરોડ જ્યારે કસારાની ચિંતામણી વાડી પાસે 2 કરોડની રોકડ મળી

મુંબઇ :  મહારાષ્ટ્રમાં હવે આગામી વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મુંબઇને અડીને આવેલા પાલઘર અને કસારાથી પોલીસે નાકાબંધી દરમિયાન કુલ ૬.૨૫ કરોડ રૃપિયાની રોકડ જપ્ત કરી હતી. આ રીતે મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી મોટી  રોકડ રકમ મળી આવતા પોલીસે પ્રશાસન સાથે ચૂટણી પંચની ફ્લાઇંગ સ્કવોડે આ રકમનું પગેરું મેળવવાનું શરૃ કર્યું છે.

આ બાબતની પહેલી કાર્યવાહીમાં પાલઘર જિલ્લાના તલાસરીની એક ચેકપોસ્ટ પર પોલીસે નાકાબંધી દરમિયાન એક કારને રોકી હતી. આ કારની ઝડતી લેતા પોલીસને કારની અંદરથી રૃા. ૪.૨૫ કરોડની રોકડ રકમ મળી આવી હતી. આ પ્રકારની અધધધ રોકડ રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસની વધુ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે આ રોકડ રકમ દાદરા-નગર- હવેલીથી મહારાષ્ટ્રમાં લાવવામાં આવી રહી હતી. આ ઘટના બાદ તલાસરી પોલીસે આ રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પ્રકારની બીજી ઘટના આજે મુંબઇ- નાસિક હાઇવે પર કસારા પાસે નોંધાઇ હતી. જેમા કસારા ઘાટ પાસે ચિંતાનણી વાડી પોલીસ ચોકી પાસે સ્થાનિક પોલીસે નાકાબંધી દરમિયાન એક કારને અટકાવી વધુ તપાસ કરતા તેમાંથી બે કરોડની રોકડ રકમ મળી આવી હતી. આ ઘટના બાદ પોલીસે રોકડ રકમ સાથે વાહનને તાબામાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ અને ચૂંટણી પંચની ફ્લાઇગ સ્કવોડે ગેરકાયદેસર થતી રોકડની અવરજવરને રોકવા વિવિધ અભિયાન હાથ ધર્યું છે.



Google NewsGoogle News