58 વર્ષીય વેપારીને બેભાન કરી તરુણી દ્વારા સેક્ટોર્શનઃ 15 લાખ પડાવ્યા
પરિચિતની ઓળખાણથી નોકરી માટે આવ્યા બાદ સંપર્ક વધાર્યો
અધેરીના વેપારીને કેફી પીણું પીવડાવી નગ્ના-વસ્થામાં ફોટા વીડિયો ઉતાર્યા, પચ્ચીસ કરોડ પડાવવાના ચક્કરમાં પકડાઈ
મુંબઈ : અંધેરી સ્થિત એક વેપારીના પીણામાં બેહોશીની દવા ભેળવી તેના પાસેથી સેક્સટોર્શનથી ૧૫ લાખ પડાવનાર એક તરુણીની અંબોલી પોલીસે ધરપકડ કરી હતી. વેપારીને બેભાન કરી નગ્નાવસ્થામાં તે તરુણી સાથે સંબધ બનાવી રહ્યા છે તેવા ફોટા અને વીડિયો રેકોર્ડ કરી તરુણી વેપારીને બ્લેકમેલ કરતી હતી. વેપારી પાસેથી ૨૫ કરોડ જેવી મોટી રકમ પડાવવાના ચક્કરમાં તરુણીને પોલીસે પકડી પાડી હતી.
આ બાબતે અંબોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર મુજબ ૫૮ વર્ષીય ફરિયાદી વેપારી નવેમ્બર ૨૦૨૩માં તરુણીના પરિચયમાં આવ્યા હતા. વેપારી એક પરિચિત દ્વારા તરુણીના સંપર્કમાં આવ્યા બાદ તરુણીએ તેને નોકરીની જરૃર હોવાનું જણાવી તે પર્સનલ આસિસ્ટન્ટ (પીએ)નું કામ કરવા પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે વેપારી સાથે સંબંધ વધારી એક યા બીજા કારણસર વેપારી પાસેથી અમુક રકમ પડાવી હતી.
ઓશિવરા વિસ્તારમાં રહેતી આરોપી તરુણીએ વેપારીને ચા પીવા તેના ઘરે આમંત્રિત કર્યા હતા. વેપારી તરુણાના ઘરે પહોંચ્યા ત્યારે તરુણીએ વેપારીને ડ્રગ્સયુક્ત ચા પીવડાવી હતી. જે પીધા બાદ વેપારી બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તરુણીએ વેપારીને નગ્ન કરી તેની સાથે કઢંગી અવસ્થામાં ફોટો- વીડિયો ઉતારી લીધા હતા. આ ઘટના બાદ તરુણીએ આ ફોટા- વીડિયોની મદદથી વેપારીને બ્લેકમેલ કરી સેક્સટોર્શન દ્રા ૧૫ લાખ રૃપિયા પડાવ્યા હતા.
આ રકમથી ન ધરાતા તરુણીએ વેપારી પાસ પચ્ચીસ કરોડ રૃપિયાની માગણી કરી હતી. તરુણીની આ રકમની માગણીથી હેબતાઈ ા બની ગયેલા વેપારીએ કંટાળીને અંબોલી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે એફઆઈઆર નોંધી તરુણીની ધરપકડ કરી હતી. તરુણીને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતા તેની જામીન પર મુક્ત કરવામાં આવી હતી.