સિદ્ધિવિનાયક મંદિરમાં કોરિડોર રચવા પાછળ 500 કરોડનો ખર્ચ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
સિદ્ધિવિનાયક મંદિરમાં કોરિડોર રચવા પાછળ 500 કરોડનો ખર્ચ 1 - image


પ્રભાદેવીમાં આવેલા વિખ્યાત

મહાકાલ કોરિડોરની જેમ આ મંદિરને વિકસાવવામાં આવશે

મુંબઇ :   દાદર સ્થિત મુંબઇનું સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધિ વિનાયક મંિ રને ભવ્ય રૃપ આપવાની તૈયારીઓ મુંબઇ મહાનગરપાલિકાએ શરૃ કરી દીધી છે. સિદ્ધિ વિનાયક મંિ રના કોરિડોરનું નિર્માણ ઉજ્જૈન મહાકાલ મંદીરના કોરિડોરની માફક કરવામાં આવશે.

આ મંદિરના પ્રોજેક્ટ પાછળ આશરે રૃા. ૫૦૦ કરોડ ખર્ચ કરાશે. આ સિવાય મુંબાદેવી અને મહાલક્ષ્મી કોરિડોરનું નિર્માણ કરાશે.

આ મંદિરના પ્રોજેક્ટ માટડે ગત મંગળવારે અલગ-અલગ કંપનીઓએ તેમના પ્રેઝન્ટેશન મુંબઇ મહાનગર પાલિકાના એડિશનલ કમિશનર ડો. અશ્વિની જોષીને મોકલાવ્યા છે. આમાંથી જે પણ કંપનીનું શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન હશે તેને પાલિકા વહીવટીતંત્ર સ્વીકારશે અને ટેન્ડર આપવામાં આવશે એવું જાણવા મળ્યું છે.

આ મંદિરના કોરિડોર નિર્માણ પ્રોજેક્ટ માટે આવતા અઠવાડિયે અથવા ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પાલિકા ટેન્ડર બહાર પાડશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પહેલા કહી ચૂક્યા છે કે સિદ્ધિવિનાયક મંદિર તરફ જતા તમામ રસ્તાઓને પહોળા કરવામાં આવશે.  સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કરવા દર વર્ષે દેશ- વિદેશથી મોટી સંખ્યામાં ગણેશભક્તો આવે છે. જેથી ભક્તો માટે સિદ્ધિ વિનાયકના દર્શનને સરળ બનાવવા પાલિકાએ આ પ્રોજેક્ટ શરૃ કરવાની જાહેરાત કરી હતી.

આ પ્રોજેક્ટ હેઠઢળ કાકાસાહેબ ગાડગિલ માર્ગ પર ભક્તો માટે એક કોરિડોર બનાવવામાં આવશે. મંદિર તરફ જતા બધા જ રસ્તાઓને પહોળા કરવામાં આવશે. એસ.કે. બોલે રોડને લગભગ ૨૧ મીટર પહોળો કરવામાં આવશે. ફૂલો અને પૂજાની સામગ્રી વેચતા વિક્રેતાઓની દુકાન કાકાસાહેબ ગાડગીલ માર્ગ પર ખસેડવામાં આવશે.

 ા ર રેલવે સ્ટેશન (પશ્ચિમ) અને સિદ્ધિ વિનાયક મંિ ર વચ્ચે  ર પાંચ મિનિટે બેસ્ટની બસ સેવા ચલાવવામાં આવશે. વિકલાંગ, સગર્ભા મહિલાઓ અને સીનિયર સીટીજનો માટે વેઇટીંગ રૃમ બનાવવામાં આવશે. મંિ રની બંને બાજુ પાર્કિંગની સુવિધા, આધુનિક સુવિધા ધરાવતા શૌચાલય અને પ્રવેશદ્વાર બનાવવામાં આવશે.



Google NewsGoogle News