ગ્રાન્ટ રોડ પર લતા મંગેશકરના 50 ફૂટ લાંબા જીવનચિત્રો મુકાશે

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
ગ્રાન્ટ રોડ પર લતા મંગેશકરના 50 ફૂટ લાંબા જીવનચિત્રો મુકાશે 1 - image


6ઠ્ઠી ફેબુ્આરીએ લતાદીદીની પુણ્યતિથિએ અનાવરણ

સમગ્ર કારકિર્દી, યાદગાર ગીતના શબ્દોને આવરી લેવાશે, રાત્રિએ  વિશેષ લાઇટીંગ કરાશે

મુંબઇ : સાત દાયકા કરતા વધુ સમયથી સંગીતપ્રેમીઓના ભાવવિશ્વને સમૃદ્ધ કરનારા સૂર સામ્રાજ્ઞાી અને ભારતરત્ન લતા મંગેશકરના જીવનાધારિત ભીંતચિત્રો  ગ્રાન્ટરોડના ન્યા. સીતારામ પાટકર માર્ગ  પરની ૫૦ ફૂટ લાંબી દિવાલ પર બનાવવામાં આવશે. લતાદીદીના જીવનના સુવર્ણ કાળનો ઇતિહાસ ચિત્રોમાં દેખાશે. છઠ્ઠી ફેબુ્રઆરીએ ગાયિકાની પુણ્યતિથિ હોવાથી પાલિકાએ આ ભીંતચિત્રોનું અનાવરણ કરવાનું આયોજન કર્યું છે.

લતાદીદીએ ૧૩ વર્ષની ઉંમરે અભિનય અને ગાયન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. વર્ષ ૧૯૪૨માં તેમણે પ્રથમ ગીત ગાયું હતું. સાત દાયકાની કારકિર્દીમાં તેમણે વિવિધ ભાષામાં હજારો ગીતો ગાયા છે. આ બૃહદ્ યોગદાનની નોંધ લઇને કેન્દ્ર સરકાર તરફથી સર્વ પ્રથમ તેમને પદ્મભૂષણ ત્યારબાદ પદ્મવિભૂષણ અને આખરે ભારતરત્ન આ સર્વોચ્ચ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ગત  છઠ્ઠી  ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ ૯૨ વર્ષની ઉંમરે લતાદીદીએ વિશ્વમાંથી વિદાય લીધી હતી. તેમના જીવન રેખિત કરતા ભીંતચિત્રો બનવા જોઇએ તેના માટે પાલિકાના પ્રયત્નો શરૃ હતા. તેથી આ ચિત્રોનું રેખાંકન કરીને તે મંગેશકર કુટુંબને બનાવવામાં આવ્યા બાદ પરિવારજનોની સંમતી લેવાઇ હતી. પછી ગ્રાન્ટરોડના કેમ્પસ કોર્નર નજીક ન્યાયાધીશ સીતારામ પાટકર રોડ ઉપર રહેલી ૫૦ ફૂટ લાંબી અને ૧૫ ફૂટ ઉંચી દિવાલ પર ચિત્રો સાકારવામાં આવશે.

લતાદીદીનું બાળપણ તેમને ગાયનભેગે મળેલી તકો, સંઘર્ષ અને બાદમાં જીવનમાં આવેલી ચઢતી અને મેળવેલો યશ તથા ગીતકાર ગુલઝારે લતામંગેશકર માટે લખેલી કવિતા 'મેરી આવાઝ  હી પહેચાન દે'ની આ ધુવ પંક્તિઓ આખી દિવાલ પર લખવામાં આવશે. લતાદીદીના ચિત્રોની આસપાસ વિવિધ વાજીંત્રોના ચિત્રો પણ જોવા મળશે. મુંબઇ પાલિકાનો ડી વોર્ડ આ કામ કરી રહ્યો છે. ભીંત ચિત્રો દીર્ઘકાળ સુધી ટકી રહે માટે પર્યાવરણપૂરક કોંક્રીટ અને તેવી સામગ્રી વાપરવામાં આવશે. સૂર્યાસ્ત બાદ પણ ચિત્રો દેખાય માટે દિવાલ ઉપર વિશેષ લાઇટિંગ ગોઠવવામાં આવશે.

આ તમામ કામ માટે  પચ્ચીસ  લાખ રૃપિયાથી વધુ ખર્ચ કરવામાં આવશે. જાન્યુઆરી મહિનામાં કામ તમામ કરીને છઠ્ઠી ફેબુ્રઆરીએ અનાવરણ થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. આ ભીંતચિત્રો દોરવાનું મોટાભાગનું કામ પૂરું થયું છે હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ભીંતચિત્રો ઉપરાંત ડી વોર્ડ લતા મંગેશકરનું શિલ્પ પણ બનાવશે. તેના માટે જગ્યા શોધાઇ રહી છે. હાજીઅલી, કેડબરી જંક્શન, કમલા નહેરુ પાર્ક વગેરે જગ્યામાંથી કોઇ એક ઠેકાણે શિલ્પ ઉભું કરવા માટે લાગનારી જગ્યા, ટ્રાફિક પોલીસ સહિત અન્ય પરવાનગીઓ વગેરેની પ્રક્રિયા હાલ ચાલુ છે.



Google NewsGoogle News