Get The App

કાટમાળ લઈ જતાં વાહનોને 5 લાખનો દંડ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
કાટમાળ લઈ જતાં વાહનોને 5 લાખનો દંડ 1 - image


પ્રદુષણ મુદ્દે કામગીરી દેખાડવા કવાયત

ડેબ્રિજ લઇ જતાં વાહનોને ઢાંકા, સાહિત્યો વાહનોની ક્ષમતા કરતાં વધુ વજનમાં ભરવા નહિ

મુંબઇ :  મુંબઈમાં વધતાં જતાં વાયુ પ્રદૂષણ સામે કામગીરી દેખાડવા માટે મહાપાલિકાએ રસ્તા પર  જતાં કાટમાળ ભરેલા ં વાહનોને અટકાવી નિયમ ભંગના દંડ ફટકારવા શરુ કર્યા છે. ત્રણ જ દિવસમાં આવો પાંચ લાખનો દંડ ઉઘરાવાયો હતો. 

બાંધકામ સામગ્રી તથા કાટમાળ લઈ જતા વાહનોએ રસ્તામાં ધૂળ ઊડે નહીં તે માટે તાડપત્રી બાંધવાનો નિયમ પહેલેથી અમલમાં છે. પરંતુ, મહાપાલિકા સત્તાવાળા સતત આંખમિચામણા કરતા રહ્યા હોવાથી બિલ્ડરો કે કોન્ટ્રાક્ટરો ડમ્પરને કવર કરવાનો ખર્ચો કરતા જ નથી. 

પરંતુ, હાલમાં મુંબઈમાં વાયુ પ્રદૂષણ વધ્યું છે. મહાપાલિકા પર નિષ્ક્રિયતા માટે ચોમેરથી ટીકાઓનો વરસાદ વરસી રહ્યો છે. આથી મહાપાલિકાએ પોતાની કામગીરી દેખાડવા ડમ્પરોને અટકાવી દંડ ફટકારવા શરુ કર્યા છે. 

વાહનોએ કરેલા એ ગાઇડલાઇન્સના ઉલ્લંઘન બદલ ગત ત્રણ દિવસમાં પાલિકાએ કરેલી કાર્યવાહીમાં રૃા. ૪૭૧૬૯૨ દંડ વસૂલ કર્યો હતો. આમાં   વરલી વિસ્તારમાં  ં ૭૦ હજાર રૃપિયા,ભાંડુપ-કાંજુરમાર્ગ વિસ્તારમાં  વોર્ડમાં રૃા. ૪૫૬૯૨,   ઘાટકોપર વિસ્તારમાં ં ૭૦ હજાર રૃપિયા, એસ વોર્ડમાં રૃા. ૪૫૦૦૦,  દાદર વિસ્તારમાં ં ૧૦ હજાર રૃપિયાનો દંડ ફટકારાયો હતો. 

જોકે, લોકોનું કહેવું છે ખુલ્લી ટ્રકમાં લઈ જવાતા કાટમાળથી બારે મહિના અન્ય વાહનચાલકોને અકસ્માત સહિતનાં જોખમ રહે છે. મહાપાલિકા વર્ષના થોડા દિવસ સક્રિયતા દેખાડવાને બદલે કાયમી પગલાં ભરે તે અપેક્ષિત છે.



Google NewsGoogle News