અહમદનગર પાસે ચાલુ ટ્રેને આગમાં 5 ડબ્બા ખાકઃ પ્રવાસીઓનો બચાવ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
અહમદનગર પાસે ચાલુ ટ્રેને આગમાં 5 ડબ્બા ખાકઃ પ્રવાસીઓનો બચાવ 1 - image


ટ્રેનમાં આગ ફેલાય તે પહેલાં પ્રવાસીઓ હેમખેમ નીચે ઉતરી ગયા 

ડેમુ ટ્રેન મધ્યપ્રદેશના અષ્ટીથી અહમદનગર આવતી હતી : આગનાં કારણ વિશે મોડે સુધી કોઈ સ્પષ્ટતા નહીં

મુંબઈ :   મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સોમવારે બપોરે નારાયણદોહ સ્ટેશન નજીક  પેસેન્જર ટ્રેનમાં આગ લાગી હતી. આ આગમાં પાંચ કોચ ભરખાઈ ગયા હતા.  જોકે, તમામ પ્રવાસી સમયસર ટ્રેનમાંથી ઉતરી જતાં કોઈ ખુવારી સર્જાઈ ન હતી. 

ે ટ્રેન નં. ૦૧૪૦૨  મધ્ય પ્રદેશમાં બીડ જિલ્લાના અષ્ટી સ્ટેશનથી પશ્ચિમ મહારાષ્ટ્રના અહમદનગર જઈ રહી હતી તે વખતે ઘટના બની હતી. આગનાં કારણ વિશે તત્કાળ જાણી શકાયું ન હતું. 

સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ટ્રેનમાં આગ ફેલાય તે પહેલાં બધા જ પ્રવાસીઓ હેમખેમ ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. ગાર્ડ-સાઇડ બ્રેક વાન અને તેની બાજુમાં આવેલા ચાર કોચ આગની લપેટમાં આવી ગયા હતા. આ ટ્રેન આઠ ડબ્બાની ડેમુ ટ્રેન હતી. આગ લાગી ત્યારે તેમાં ખીચોખીચ પ્રવાસીઓ ભરેલા હતા. જોકે, નસીબજોગે તમામ સમયસર ટ્રેનમાંથી ઉતરી ગયાહ તા. 

આગને પગલે અહેમદનગરથી ફાયર એન્જિનોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા અને લગભગ બપોરે ૪.૧૦ વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો.

પુણે જિલ્લાના દાઉન્ડ સ્ટેશનથી એક અકસ્માત રાહત ટ્રેન પણ ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી.ે સેન્ટ્રલ રેલવેની અહેમદનગર-પરાલી લાઇનના એક ભાગમાં આ  દુર્ઘટના સર્જાઈ છે. આ સ્થળ મુંબઈથી આશરે ૨૫૦ કિમી દૂરના અંતરે છે. 

રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગના કારણો વિશે તપાસ કરી રહ્યા છે. 


Google NewsGoogle News