ન્હાવાશેવામાં 4.11 કરોડના 4600 લેપટોપ તથા કમ્પ્યુટર પાર્ટસ જપ્ત
યુઝ્ડ લેપટોપને મધરબોર્ડ તરીકે ખપાવી દાણચોરી
યુએઈથી માલ આયાત કરવામાં આવ્યો હતો, માસ્ટરમાઇન્ડ કમ પ્રોપરાઇટરની ધરપકડ કરીઃ 27 લાખથી વધુની રોકડ પણ કબજે
મુંબઇ : નવી મુંબઈના ન્હાવા શેવામાં કસ્ટમ્સ વિભાગે રૃ. ૪.૧૧ કરોડની કિંમતના ૪,૬૦૦ વપરાયેલા લેપટોપ અને વિવિધ બ્રાન્ડના ૧,૦૦૦થી વધુ કોમ્પ્યુટર પાર્ટ્સ જપ્ત કર્યા છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
જવાહરલાલ નહેરુ કસ્ટમ હાઉસ (જેએનસીએચ) ખાતે સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (એસઆઇઆઇબી) (ઇમ્પોર્ટ)ની અધિકારીઓએ યુએઈના કન્સાઇનમેન્ટમાંથી ઇલેક્ટ્રોનિક સામાન જપ્ત કર્યો હતો. આ માલનો સપ્લાયર હોંગકોંગમાં છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટીની) નીતિ મુજબ યોગ્ય પરવાનગી વિના આવા માલની આયાત પર પ્રતિબંધ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે 'દિલ્હીના પટપરગંજમાં ઇનલેન્ડ કન્ટેનર ડેપો (આઇસીડી)થી વપરાયેલા લેપટોપને મધરબોર્ડ કેિંસંગ વગેરે જાહેર કરીને દાણચોરી કરવામાં આવી હતી.
એસઆઇઆઇબીના અધિકારીઓએ મુંબઈ અને દિલ્હીમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન આયાત કરતી કંપનીના માસ્ટર માઇન્ડ કમ પ્રોપરાઇટરની ધરપકડ કરાઈ હતી.
ાણચોરીના માલના વેચાણથી મેળવવામાં આવેલા રૃ. ૨૭.૩૭ લાખ રોકડ રકમ પણ અધિકારીઓએ કબજે કરી હતી.
આ તપાસમાં દિલ્હી એર કાર્ગો કસ્ટમ્સમાં બે સરખા શિપમેન્ટનો પર્દાફાશ થયો હતો. જેમાં વપરાયેલા લેપટોપ હતા. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ વધુમાં કહ્યું હતું.