Get The App

શિર્ડી સાઇબાબાને 43 લાખનો સોનાનો મુગટ અર્પણ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
શિર્ડી સાઇબાબાને 43 લાખનો સોનાનો મુગટ અર્પણ 1 - image


શિર્ડીનાં સૌથી શ્રીમંત મંદિરને વધુ એક મોટું દાન

સુવર્ણ મુગટનું વજન 648 ગ્રામ છે : દાતાનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું

મુંબઇ :  શિર્ડીના સાઇબાબાના એક ભક્ત તરફથી ગઇકાલે બાબાને ૪૩ લાખ રૃરિયાની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સુવર્ણ મુગટનું વજન ૬૪૮ ગ્રામ છે. મુગટદાન કરનારા ભક્તે તેનું નામ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી.

રવિવારે સવારે આરતીના સમયે  સાઇ સમાધી ઉપરની સાઇબાબાની મૂર્તિને મુગટ પહેરાવવામાં આવ્યો હતો. શિર્ડી સાંઇ  સંસ્થાનના સીઇઓ  ગોરક્ષ ગાડીલકરે જણાવ્યું હતું કે મુગટના દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી. એટલે તેમનું નામ જાહેર કરવામાં  નથી આવ્યું.

શિર્ડી સાઇબાબાના મંદિરની ગણના દેશના સૌથી શ્રીમંત મંદિરોમાં થાય છે. મંદિરને દર   વર્ષે ભક્તો તરફથી સાડા ચારસો કરોડનું દાન કરવામાં આવે છે. મંદિરના ખજાનામાં લગભગ ૪૦૦ કિલો સોનું અને ૪,૪૨૮ કિલો ચાંદી છે. સંસ્થાનના ૧૮૦૦ કરોડ રૃપિયા બેન્કોમાં જમા છે. અવિરત દાનનો પ્રવાહ ચાલું જ રહે છે.



Google NewsGoogle News