એચડીઆઈએલના વાધવા પિતા-પુત્રની 40 કરોડની સંપત્તિ ઈડી દ્વારા જપ્ત

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
એચડીઆઈએલના વાધવા પિતા-પુત્રની 40 કરોડની સંપત્તિ ઈડી દ્વારા જપ્ત 1 - image


ફ્રોડ કેસમાં ઈડીની રાકેશ અને સારંગ વાધવાન સામે કાર્યવાહી

બેંક લોન ફ્રોડ કૌભાંડમાં અગાઉ 204 કરોડની સંપત્તિ પણ જપ્ત થી હતી

મુંબઇ :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (પીએમએલએ) હેઠળ એચડીઆઇએલના પ્રમોટરો રાકેશ વાધવા અને સારંગ વાધવા  તથા અન્યો સાથે સંકળાયેલા બેંક લોન ફ્રોડ કૌભાંડ કેસ,ના મામલે વિક્રમ હોમ્સ પ્રાઇવેટ લિમિટેડની રૃા. ૪૦.૩૭ કરોડની કિંમતની સંપત્તીઓ અસ્થાયી પણે જપ્ત કરી હતી.

ઇડીના અધિકારીઓના જણાવ્યા મુજબ અંધેરી (પૂર્વ) સ્થિત કેલેનોનિયા બિલ્ડીંગમાં આવેલી કોમર્શિયલ પ્રોપર્ટીનો એમાં સમાવેશ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ની એન્ટી કરપ્શન બ્યુરો, મુંબઇ દ્વારા રાકેશ વાધવા, સારંગ વાધવા અને અન્ય લોકો સામે યસ  બેંક દ્વારા વન મેક સ્ટાર માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડને રૃા. ૨૦૦ કરોડની લોન મંજૂર કરવાના મામલે વિવિધ કલમ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી. જેના આધારે ઇડીએ તપાસ શરૃ કરી હતી.

શરૃઆતમાં મેક સ્ટાર માર્કેટિંગ પ્રા.લિ. દ્વારા મુંબઇમાં એન.એમ.જોશઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમણે આરોપ કર્યો હતો કે વાધવા  અને અન્ય આરોપીઓએ મેક સ્ટાર માર્કેટિંગ પ્રા. લિમિટેડની માલિકીની કેલેડોનિયા બિલ્ડિંગમાં આવેલી અનેક ઓફિસ ગેરકાયદેસર અને કપટથી વેચી દીધી હતી. જેના પરિણામે કંપનીને રૃા. ૩૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હતું.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે આ કેસમાં તપાસમાં જાણવા મળ્યું છે કે વાધવાને ગેરકાયદેસર રીતે અંધેરીના કેલેડોનિયા બિલ્ડીંગમાં આળેલી મેક સ્ટારની એક કોમર્શિયલ પ્રોપર્ટી કોઇપણ પ્રકારની ચૂકવણી કર્યા વિના વિક્રમ હોમ્સ પ્રાઇવેટ લિમિટેડને ટ્રાન્સફર કરી હતી. આ કંપની સ્વ. સત્યપાલ તલવાર અને ધરમપાલ તલવારની માલિકીની છે. આમ રાકેશ અને સારંગ વાધવાએ ે મેક સ્ટાર માર્કેટિંગ પ્રા.લિ. સાથે છેતરપિંડી કરી હતી.

ઇડીએ અગાઉ આ કૌભાંડમાં રૃા. ૨૦૩.૯૯ કરોડની સંપત્તી જપ્ત કરી હતી હવે એટેચ કરાયેલી સંપત્તીની કુલ કિંમત વધીને રૃા. ૨૪૪.૩૬ કરોડ થઇ ગઇ છે.



Google NewsGoogle News