Get The App

ભાજપના મહિલા નેતાનો ચૂંટણીમાં પરાજય થતાં ચાર સમર્થકોએ જીવન ટૂંકાવ્યું, પરિજનો સાથેની ભાવુક તસવીર વાયરલ

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
ભાજપના મહિલા નેતાનો ચૂંટણીમાં પરાજય થતાં ચાર સમર્થકોએ જીવન ટૂંકાવ્યું, પરિજનો સાથેની ભાવુક તસવીર વાયરલ 1 - image


Pankaja Munde Supporters Suicide: ઘણી વખત આપણે વડીલોને કહેતા સાંભળીએ છીએ કે, હાર-જીત તો ચાલતી રહે છે, તેને વધુ દિલ પર ન લેવી જોઈએ... પ્રયત્ન કરો આજે હાર મળી છે તો કાલે જીત પણ મળશે. મહારાષ્ટ્રના બીડમાં જીત-હાર દિમાગ પર એટલી હાવી થઈ ગઈ કે અત્યાર સુધીમાં ચાર લોકોએ આત્મહત્યા કરી લીધી છે. વાસ્તવમાં અહીંથી પંકજા મુડે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. બીડમાં બીજેપીના 28 વર્ષના શાસનનો 4 જૂને અંત આવ્યો જ્યારે પંકજા એનસીપી એસપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી- શરદચંદ્ર પવાર)ના બજરંગ સોનવાને સામે હારી ગઈ. પકંજાના વધુ એક સમર્થકે આત્મહત્યા કરી લીધી છે. પરિણામ જાહેર થયા બાદ 4 સમર્થકોએ આત્મહત્યા કરી લીધી છે. રવિવારે ગણેશ બડે નામના વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક પરિવારને મળ્યા બાદ પંકજા પણ પોતાની લાગણીઓ પર કાબૂ ન રાખી શક્યા  અને ખૂબ જ રડ્યા હતા. આ પહેલા 7 જૂને પંકજાના સમર્થક લાતુરના રહેવાસી સચિન મુંડેએ આત્મહત્યા કરી હતી. 9 જૂનના રોજ પાંડુરંગ સોનવણેએ બીડના અંબાજોગાઈમાં જીવનનો અંત આણ્યો હતો. 10 જૂનના રોજ પોપટ વાયભસેએ બીડના આષ્ટીમાં આત્મહત્યા કરી હતી. 16 જૂનના રોજ ગણેશ બડેએ શિરુર કસારમાં ખેતરમાં જઈને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પંકજા મુંડેએ પોતાના સમર્થકોને આ પ્રકારનું પગલું ન ભરવાની અપીલ કરી છે, તેમ છતાં આત્મહત્યાનો સિલસિલો યથાવત છે.

પંકજાએ કરી હતી ભાવુક અપીલ 

પંકજાએ X પર વીડિયો પોસ્ટ કરીને પોતાના સમર્થકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં જે યુવાઓએ આત્મહત્યા કરી છે તેનાથી હું દુ:ખી છું. જેમને મારા પર પ્રેમ અને વિશ્વાસ નથી તેઓ જ પોતાના જીવને જોખમમાં મૂકશે. હું લડી રહી છું અને ધીરજ રાખી રહી છું. તમે પણ પોઝિટિવ રહો અને ધીરજ રાખો. મેં હાર સ્વીકાર કરી લીધી છે, તમારે પણ તેનો સ્વીકાર કરવો પડશે. અંધારી રાત પછી જ રોશની આવે છે. તમે મારા જીવનની રોશની છો. કૃપા કરીને સકારાત્મક રહો. 

પંકજાએ હાર સ્વીકાર કરતા કહી હતી આ વાત

આ ચૂંટણીમાં હાર સ્વીકાર કરતા પંકજા મુંડેએ કહ્યું હતું કે, આ વખતે ચૂંટણીમાં જાતિગત ધ્રુવીકરણ ખૂબ હતો. મારા પિતાના સમયથી જ અમે જાતિ, સમુદાય કે ધર્મથી પરે રાજકારણ કર્યું છે. તમને જણાવી દઈએ કે, 1996 થી 2019 સુધી બીડ પર બીજેપીનો જ કબજો રહ્યો છે. આ પહેલા તેમના પિતા ગોપીનાથ મુંડે અહીંથી ચૂંટણી લડતા રહ્યા હતા.


Google NewsGoogle News