બાન્દ્રાની રિઝવી કોલેજના 4 વિદ્યાર્થીઓ ખાલાપુરની નદીમાં ડૂબ્યા
17 યુવતી સહિત 37 વિદ્યાર્થી ચોમાસામાં પિકનિક માટે આવ્યા હતા
1 વિદ્યાર્થી ડૂબ્યો, તેને બચાવવા માટે અંદર પડેલા અન્ય 3 વિદ્યાર્થી પણ ડૂબી ગયાઃ સ્થાનિક લોકો તથા પોલીસ દ્વારા મૃતદેહોની ભાળ મેળવાઈ
મુંબઇ : ખાલાપુરમાં શુક્રવારે ચોમાસામાં પિકનીક મનાવવા માટે આવેલા મુંબઈના ચાર વિદ્યાર્થીઓના નદીમાં ન્હાતી વખતે ડૂબી જવાથી મોત થયા હતા. આ ચારેય વિદ્યાર્થીઓ બાંદ્રાના રિઝવી કોલેજના વિદ્યાર્થીઓ હતા.
રાયગઢમાં ખાલાપુરાના વાવરલે ગામની પોખરવાડી ખાતે અહીંના સત્ય સાઈ બાબા ડેમ પાસ ે શુક્રવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જ્યાં રિઝવી કોલેજના ૩૭ વિદ્યાર્થીઓ ખાલાપુરમાં ચોમાસા દરમિયાન પિકનીક મનાવવા આવ્યા હતા. તેમાંથી એકલવ્ય સિંહ, ઈશાંત યાદવ, આકાશ માને, રાનક બંદા ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, મુંબઈથી વિદ્યાર્થીઓનું એક જૂથ ખાલાપુરમાં ચોમાસામાં પ્રવાસ માટે અહીં આવ્યું હતું. આ ૩૭ લોકોના આ ગુ્રપમાં ૧૭ છોકરીઓ હતી. આ તમામ સોંડાઈ કિલ્લા પર ટ્રેંકિગ માટે ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે આ તમામ વિદ્યાર્થીઓ ધાંડી નદીના કિનારે બનાવેલા શેડ નીચે ન્હાવા કૂદી પડયા હતા. પરંતુ આમાં પાણીનાં ઊંડાણો ચોક્કસ ખ્યાલ ન આવતાં તેમાં અંદર ઉતરેલો એકલવ્ય ડૂબી ગયો હતો. તેને બચાવવા ઈશાંત, આકાશ, રાનક આ ત્રણેય પણ નદીમાં કૂદી પડયા હતા અને તેઓ પણ પાણીમાં ડૂબી ગયા હતા.
આ ઘટના બાદ કેટલાક વિદ્યાર્થીઓએે પોલીસનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ તાત્કાલિક ખાલાપુરની ખાતેની પોલીસ ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોખરવાડીના સ્થાનિક યુવાનોએ પણ આ ચારેય યુવકોની શોધખોળમાં કરવા સર્ચ ઓપરેશન મદદ કરી હતી. કલાકોના રેસ્ક્યુ ઓપરેશન બાદ આ ચાર વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા.આ બાદ તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવમાં આવ્યા હતા અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.