હાર્દિક પંડયા સાથે સાવકા ભાઈ વૈભવ દ્વારા 4.25 કરોડની છેંતરપિંડી

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
હાર્દિક પંડયા સાથે સાવકા ભાઈ વૈભવ દ્વારા 4.25 કરોડની છેંતરપિંડી 1 - image


મુંબઈ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા વૈભવની ધરપકડ

ત્રણે ભાઈઓએ ભાગીદારીમાં પોલીમર ફર્મ શરુ કરી હતી પણ બાદમાં વૈભવે અન્ય બિઝનેસમાં પૈસા ડાયવર્ટ કર્યા અને મહત્તમ નફો ગુપચાવી છેંતરપિંડી આચરી

મુંબઇ :  મુંબઇ પોલીસે ભારતના પ્રખ્યાત ક્રિકેટર હાર્દિક પંડયા  અને કૃણાલ પંડયા સાથે ૪.૨૫ કરોડની છેંતરપિંડી આચરવાના આરોપસર તેમના  સાવકાભાઇ વૈભવ પંડયાની ધરપકડ કરી હતી. 

 વૈભવ સાથે પંડયા બંધુઓએ ૨૦૨૧માં પોલિમર બિઝનેસ ફર્મ  સ્થાપી  હતી અને વૈભવ આ ફર્મમાં રોંજિંદા કામકાજ પર દેખરેખ રાખતો હતો. વૈભવ ૨૦ ટકા રોકાણ કરે અને હાર્દિક તથા કુણાલ દ્વારા  ૪૦-૪૦ ટકા રોકાણ કરવામાં આવે અને કંપનીનું રોજેરોજનું કામકાજ વૈભવ જુએ તેવી જોગવાઈઓ પ્રમાણે આ  કંપની શરુ કરાઈ હતી. 

જોેકે, બાદમાં  વૈભવે કરારની શરતોનો ભંગ કર્યો હતો અને બંને ભાઇઓને અંધારામાં રાખીને તે જ વ્યવસાયમાં કોઇ અન્ય વ્યક્તિના નામે પોતાની માલિકીની પેઢી સ્થાપી હતી.

આ સંદર્ભે એક પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર વૈભવે કથિત રીતે એલએલપી ફર્મમાંથી પૈસા પોતાની પેઢીમાં ડાયવર્ટ કર્યા હતા. ધીરે-ધીરે તેમની ભાગીદારી પેઢીનો નફો ઘટતો ગયો. આ ઉપરાંત વૈભવે બંને ભાઇઓને જાણ કર્યા વગર એલએસપી ફર્મમાંથી  પોતાન નફાની ટકાવારી પણ ૨૦ ટકાથી વધારીને ૩૩ ટકા કરી નાખી હતી. આ છેતરપિંડી આચરવા તેણે કથિત રીતે એલએલપી કરાર પંડયા બંધુઓની નકલી સહીઓ પણ કરી હતી તેવું આર્થિક ગુના શાખાના એક અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયા અને તેના ભાઇ કૃણાલ પંડયાને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે  વૈભવને તેમણે આ વિશે પૂછપરછ કરતાં વૈભવ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે હાર્દિક તતા કૃણાલને જોઈ લેવાની તથા તેમની આબરુ ધૂળધાણી કરવાની ધમકી આપી હતી. 

 મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાએ ૮ એપ્રિલના રોજ વૈભવની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરતા તેને ૧૨ એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.



Google NewsGoogle News