Get The App

ગંદકી ફેલાવતા મુંબઈગરાઓને દોઢ માસમાં 36 લાખનો દંડ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
ગંદકી ફેલાવતા મુંબઈગરાઓને દોઢ માસમાં 36 લાખનો દંડ 1 - image


12 હજાર મુંબઈગરાઓને દંડ થયો

સીએસટી, ચર્ચગેટ, કફ પરેડમાં મહત્તમ રાહદારીઓ સામે ક્લિન અપ માર્શલની  કાર્યવાહી 

મુંબઈ :   મુંબઈમાં નવેસરથી ક્લિન અપ  માર્શલ્સ તૈનાત કરાયાના દોઢ માસમાં અત્યાર સુધીમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા ૧૨ હજાર લોકો પાસેથી ૩૬ લાખનો દંડ વસૂલ કરાયો છે. 

મહત્તમ દંડ સીએસટી, ચર્ચગેટ, કફ પરેડ સહિતના વિસ્તારોમાં થયો છે. 

હાલ માત્ર ૨૦ વહીવટી  વોર્ડમાં ૭૨૦ માર્શલ્સની નિયુક્તી કરાી છે. ટૂંક સમયમાં તમામ ૨૪ વોર્ડમાં માર્શલ્સ મૂકાશે. દરેક વોર્ડમાં ૩૦ માર્શલ્સ મૂકવાની જોગવાઈ છે. 

માર્શલ્સ દ્વારા જે દંડ કરાય છે તેમાંથી ૪૦ ટકા પાલિકાને મળે છે. 

બીજ ી એપ્રિલથી અત્યાર સુધીમાં અત્યાર સુધી ૧૨,૬૯૭ જણ સામ ે દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. આ લોકો  પાસેથી રૃ.૩૬,૩૮,૩૧૩ રૃપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાની માહિતી પાલિકાએ આપી હતી.

ગંદકીનું કૃત્ય દંડ

(૧) કચરો ફેંકવા રૃ.૨૦૦

(૨) થૂંકવા રૃ.૨૦૦

(૩) રસ્તામાં સ્નાન કરવું રૃ.૧૦૦

(૪) કુદરતી હાજરતે-પેશાબ રૃ.૨૦૦

(૫) રસ્તા પર વાહન, તથા

       સમારકામ માટે રૃ.૧૦૦૦

(૬) જાહેર ઠેકાણે, વાસણ,

       કપડાં ધોવા રૃ.૨૦૦

(૭) પક્ષીઓને ખુલ્લી જગામાં

       ચણ નાખવાથી રૃ.૫૦૦



Google NewsGoogle News