ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનામાં 3300 પેજનું આરોપનામું : 2 આઈપીએસ સામસામે
ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના કેસમાં પોલીસનું આરોપનામું
200 ચોરસ ફૂટનું હોર્ડિંગ 33600 ચોરસફૂટનું કેવી રીતે થયું તેનો ઘટનાક્રમઃ માજી પોલીસ કમિશનર કૈસર ખાલિદે આક્ષેપો નકાર્યા
મુંબઈ : ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાની તપાસ કરનારી ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં આરોપનામું નોંધાવીને ૨૦૦ ચો. ફૂટનું હોર્ડિંગ ૩૩૬૦૦ ચો. ફૂટનું કઈ રીતે થયું એમ જણાવાયું છે. આરોપનામામાં તત્કાલિન પોલીસ કમિશનર કૈસર ખાલિદ અને રેલવ કમિશનર રવીન્દ્ર શિસવેના નિવેદનનો સમાવેશ છે. કૈસ ખાલીદે પોતાના કાર્યકાળમાં આ ઘટના બની નહોવાનો દાવો કર્યો છે પણ તપાસમાં તેમના વિરુદ્ધ નિર્દેશ જતો હોવાનું જણાય છે.
માજી પોલીસ કમિશનર કૈસર ખાલિદે પોલીસને આપેલા જવાબ અનુસાર પોતે આ હોર્ડિંગનું કદ વધારવાની કોઈ પરવાનગી આપી નથી. પોતે પદમુક્ત થયા બાદ રવીન્દ્ર શિસવેએ પદભારસંભાળીને ૩૩,૬૦૦ ચો. ફૂટના હોર્ડિંગને પરવાનગી આપી હતી. આ માન્યતા પોતે આપી હતી એ દર્શાવવા ચોક્કસ દસ્તાવેજોમાં ચેડાં થયાનું પણ ખાલિદે પોતાના જવાબમાં દાવો કર્યો છે. હકીકતમાં હોર્ડિંગ આપવા બાબતની પ્રક્રિયા માજી પોલીસ કમિશર રવીન્દ્ર શેણગાંકરના કાર્યકાળમાં શરૃ થયાનું ખાલિદે જણાવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે શરૃઆતમાં ટેન્ડર બીપીસીએલે જારી કર્યું હતું અને વિજેતા ક્યુરોમ બ્રેન્ડ સોલ્યુશન હતી. ક્યુકોમ રેલવેને પૈસા આપતી નહોવાથી નવેસરથી બોલી મગાવવામાં આવી અને સૌથી વધુબોલી લગાવનારી ઈગો મીડિયાને આપવામાં આવ્યું હતું.
હોર્ડિંગ માટે હાઈકોર્ટના માજી ન્યાયમૂર્તિ, એપીએસ લો ફર્મ અને જીઆરપીના કાયદા અધિકારીના મત મગાવાયા હતા. તેમ જ જમીન ભારતીય રેલવેની હોવાથી પોતે ક્યારેય જણાવ્યું નહોતું. ઈ ટેન્ડરમાં પણ જમીન રાજ્ય સરકારની હોવાનું જણાવાયું હતું, પણ જમીન ગૃહ ખાતાના અખત્યારમાં હતી અને પાલિકા કર લેતી હતી. કાયદાનુસાર રેલવેના અખત્યારની જમીન માટે પાલિકાની પરવાનગીની જરૃર નહોતી, એમ તેમણે જણાવ્યું છે.
સપ્ટેમ્બર ૨૦૨૦માં ઘાટકોપરના બીપીસીએલ સંચાલિત પેટ્રોલ પંપને ૬૦બાય૬૦ ચો.મીટરની મંજૂરી આપવામાં આવી હતી. પંપનો પ્રસ્તાવ માજી કમિશનર રવીન્દ્ર સેનગાંવકરે મોકલ્યો હતો. ડીજીપી કાર્યાલયે મંજૂરી અપી અને મંજૂરી અને ડિઝાઈનમાં હોર્ડિંગનો ઉલ્લેખ પહેલાં જ હતો. આથી તેમણે ફરી ડીજીપી કાર્યાલયને પરવાનગી લીધી નથી, એમ તેમણે જણાવ્યું હતું. ખાલિદે આપેલી માહિતીમાં ૨૨ નવેમ્બર ૨૦૨૨ના રોજ ૨૦૦ ચો. ફૂટના હોર્ડિંગને મંજૂરી અપાઈ હતી. રેલવે પોલીસ વેલફેર ફંડને લાભ થશે એ માટે પરવાનગી આપ્યાનું જણાવ્યું હતું. ત્યાર પછી એમ પણ જણાવ્યું હતું કે કદ વધારાશે તો જીઆરપી માટે મળનારા ભાડાનોવિચાર કરવો પડશે. અનિયમિતતા વિશે તેમણે સમાધાનકારક જવાબ આપ્યો નથી.
શિસવે પાસે પદભાર સોંપવાથી આ પ્રશ્ન ઉકેલાયો નહોતો.૨૧ એપ્રિલ ૨૦૨૩ સુધી શિસવેએ આ બાબતે કોઈ નિર્ણય લીધો નહોતો અને હોર્ડિંગનો આકાર ૩૩૬૦૦ ચો. ફૂટ નિયમિત કરવાનો પ્રસ્તાવ ડીજીપી કાર્યાલયને મોકલાવાયો હતો. ડીજીપી કાર્યાલયે આ પ્રસ્તાવ ફગાવ્યો અને તેને બદલે શિસવેએ કારણદર્શક નોટિસ આપી હતી.
બીજી તરફ શિસવેે આપેલી માહિતીમાં હોર્ડિંગને પરવાનગી નહોવાનું જણાયા બાદ એ સંબંધી અહેવાલ પોલીસ મહાસંચાલકને ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ મોકલીને આગાળ શું કાર્યવાહી કરવી એ પૂછવામાં આવ્યું હતું. તેમ જ સંબંધીત જમીન વ્યાવસાયિક હોવાનું પણ શિસવેએ ડીજી ઓફિસને આપેલા અહેવાલમાં જણાવ્યું હતું. કાર્યાલાયે પરવાનગી આપી નહોતી. આ અનુસાર ખાલિદને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.