Get The App

માર્ગઅકસ્માતમાં મૃત્યુ બદલ પરિવારને 32.8 લાખનું વળતર

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
માર્ગઅકસ્માતમાં મૃત્યુ બદલ પરિવારને 32.8 લાખનું વળતર 1 - image


સ્કૂટર પર જતા ભંગારના વેપારીનું ટેમ્પાની ટક્કરે મોત થયું હતું

વીમા કંપની-ટેમ્પો માલિક બંનેને સંયુક્ત વળતર અપાવા આદેશ, પત્ની, માતા-પિતા ઉપરાંત ભાઈ બહેનને નામે ચૂકવાશે

મુંબઈ :  ૨૦૧૭માં માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા ભંગારના વ્યાવસાયિકના પરિવારને રૃ. ૩૨.૮ લાખનું વળતર આપવાનો આદેશ થાણે જિલ્લાના મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)એ આપ્યો છે.

ટ્રિબ્યુનલના ચેરમેન અગ્રવાલે પ્રતિવાદી ટેમ્પો માલિક અને ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ.ને સંયુક્ત રીતે વળતરની રકમ મૃતકના પરિવારના પાંચ સભ્યોને ૭.૫ ટકા વ્યાજ સાથે અપાવાનો આદેશ આપ્યો છે. ૧૨ જુલાઈના આદેશની નકલ હાલ પ્રાપ્ત થઈ હતી.

ટેમ્પો માલિક હાજર રહ્યો નહોતો આથી તેની સામેનો આદેશ એક્સ પાર્ટે આપવામાં આવ્યો હતો. અરજદારના  વકીલે ે ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે મૃતક જાવેદ ઘુરુ ઉર્ફે ગુરુ ખાન (૨૮) ભિવંડીમાં ભંગારનો ધંધો કરતો હતો.  ૨૯ જાન્યુઆરી ૨૦૧૭માં તે મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો ત્યારે ટેમ્પો વાહન સાથે અથડાતાં તેનું મોત થયું હતું.

ટ્રિબ્યુનલે અપાવેલા વળતરમાં આવકના નુકસાન પેટે ૩૨.૧૩ લાખ, ૧૫૦૦૦ અંતિમક્રિયાના ખર્ચ અને ૪૦,૦૦૦ માતાપિતાના વળતના અધિકાર પેટે આપવાનો આદેશ અપાયો છે.ટ્રિબ્યપનલે નોંધ કરી હતી કે દાવેદારોને ૨૩.૬૫ લાખની રકમ પર વ્યાજ મળવું જોઈએ જેમાંથી રૃ. ૨૦ લાખ મૃતકની પત્નીના નામે ફિક્સ ડિપોઝિટ  તરીકે રાખવામાં આવે  અને રૃ. ૭.૫ લાખ તેના માતાપિતાના નામે અને રૃ.૨.૫ લાખ ભાઈબહેનને આપવાની નોંધ આદેશમાં કરવામાં આવી છે.


Google NewsGoogle News