મુંબઈ-ગોવા હાઈવે પર 5 વર્ષમાં 314નાં મોત

Updated: Jan 26th, 2024


Google NewsGoogle News
મુંબઈ-ગોવા હાઈવે પર 5 વર્ષમાં 314નાં મોત 1 - image


1500 જેટલા અકસ્માત થયા

છેલ્લાં 13 વર્ષથી હાઈવેનું કામ રખડી પડયું છેઃ રસ્તા પર ઠેર ઠેર ખાડા 

મુંબઈ :  મોતના મહામાર્ગ તરીકે બદનામ મુંબઈ-ગોવા હાઈવેને ફોરલેનમાં ફેરવવાના લાંબા સમયથી રખડી પડેલા કામને લીધે અકસ્માતોનો સિલસિલો ચાલુ જ છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ હાઈવે પર લગભગ દોઢ હજાર અકસ્માતો થયા હતા જેમાં ૩૧૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

મુંબઈ-ગોવા હાઈવે પર પળસ્પે અને પોલાદપૂર વચ્ચે ફોર-લેનનું કામ અટકી ગયુ. આ પટ્ટામાં ઠેક ઠેકાણે રસ્તા પર ખાડા પડેલા છે. કેટલીક જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પણ વ્યવસ્થિત બોર્ડ મૂકેલા ન હોવાથી ડ્રાઈવરો થાપ ખાઈ જાય છે. જ્યારે પળસ્પે-ઈંદાપૂર વચ્ચેનું કામ તો છેલ્લાં ૧૩ વર્ષથી લટકી પડયું છે.

ગયા વર્ષે કેન્દ્રના પરિવહન પ્રધાન નીતીન ગડકરીએ પણ ખાતરી આપી હતી કે ચોક્કસ મુદતમાં હાઈવેને પહોળો કરી ફેર-લેનમાં ફેરવવાની કામગીરી પૂરી કરવામાં આવશે. આમ છતાં હજી કામ પાટે નથી ચડયું એવી લોકોની ફરિયાદ છે. છેલ્લાં ૧૩ વર્ષ દરમ્યાન આ રસ્તાના મુદ્દે અનેક વાર આંદોલનો થઈ ચૂક્યા છે, રસ્તા-રોકો આંદોલનો પણ કરવામાં આવ્યા છે, રાજ્ય સરકારના પ્રધાને થોડા સમય પહેલાં જાતે નિરીક્ષણ કર્યા પછી પણ કામ આગળ ન વધતા અકસ્માતો ચાલુ રહ્યા છે.



Google NewsGoogle News