Get The App

લોઅર પરેલના ફિનીક્સ મોલના ઓપન પાર્કિંગમાં આગમાં 30 બાઈક ખાક

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
લોઅર પરેલના ફિનીક્સ મોલના ઓપન પાર્કિંગમાં આગમાં 30 બાઈક ખાક 1 - image


મુંબઈમાં એક જ દિવસમાં 3 સ્થળે આગની ઘટના

સાકીનાકાની ફેકટરી અને કુર્લાના એક ફલેટમાં આગ, ત્રણેય ઘટનામાં કોઈ જાનહાનિ નહીંમુંબઈ :  મુંબઈમાં વિવિધ વિસ્તારોમાં આજે ત્રણ સ્થળોએ આગ ફાટી નીકળી હતી. જોકે આ ત્રણેય આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી કે કોઈને ઈજા થઈ નથી. આગની આ ઘટના લોઅરપરેલ, સાકીનાકા અને કુર્લાના એક ફલેટમાં નોંધાઈ હતી.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર લોઅરપરેલના ફિનીકસ મોલ વિસ્તારના ઓપન પાર્કીંગ એરીયામાં આજે બપોરે સવા એક વાગ્યે અચાનક આગ ફાટી નિકળી હતી. આ આગમાં અહીં પાર્ક કરવામાં આવેલ ૨૫થી ૩૦ જેટલી બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. આ વાતની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે તે પહેલાં લોકોએ મોલમાંની હાઈડ્રાન્ટ લાઈનમાંથી પાણીની સપ્લાય મેળવી અડધા કલાકમાં આગ બુઝાવી નાંખી હતી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની સાથે પોલીસ અને પાલિકાના અધિકારી કર્મચારી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગનું ખરું કારણ જાણી શકાયું નથી. જોકે પ્રથમ એક બાઈકમાં આગ લાગી હતી અને જોતજોતામાં અન્ય બાઈકોને લપેટમાં લઈ લીધી હતી.

આગની બીજી ઘટના ચેમ્બુર વિસ્તારની એક ઈમારતમાં આવેલા ફલેટમાં બની હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે તરત ઘટનાસ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

આગની ત્રીજી ઘટના સાકીનાકામાં આવેલ એક ફેકટરીમાં બની હતી. આ ફેકટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડના આઠ બંબા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને થોડા સમયમાં કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી.



Google NewsGoogle News