'મુંબઈમાં ત્રણ આતંકવાદી છુપાયેલા છે': પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોન કોલથી હડકંપ
- ફોન કરનાર વ્યક્તિ શરાબના નશામાં હતો
મુંબઈ, તા. 27 નવેમ્બર 2023, સોમવાર
મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ગઈ કાલે એક અજાણ્યા ફોન કોલના કારણે હડકંપ મચી ગયો હતો. કોલરે દાવો કર્યો હતો કે, મુંબઈમાં ત્રણ આતંકવાદીઓ ઘૂસી ગયા છે. તેમણે ફોનમાં જણાવ્યું કે, આ આતંકવાદીઓ એકતાનગરમાં છૂપાયેલા છે.
જોકે, તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું કે, આ માહિતી ખોટી છે અને ફોન કરનાર વ્યક્તિ શરાબના નશામાં હતો. આરોપીના ઓળખ લક્ષ્મણ નાનાવરેના રૂપમાં થઈ છે. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ IPCની કલમ 182 અને 505(1) (બી) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.