3 કિશોરીઓએ બીટીએસ બેન્ડને મળવા દ. કોરિયા જવા પોતાના જ અપહરણનું નાટક રચ્યું
કોરિયા જવા પુણે પહોંચીને પૈસા કમાવવાનો પ્લાન હતો
બસમાં પ્રવાસ કરતી મહિલાના નંબર પરથી પોલીસ હેલ્પલાઈનને અપહરણનો ફોન કરી દીધો તેમાં ભાંડો ફૂટી ગયો
મુંબઈ : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના ઉમરગાની ૧૧-૧૧ વર્ષની બે તથા ૧૩ વર્ષની એક એમ ત્રણ કિશોરીએએ પોપ બેન્ડ બીટીએસને મળવા સાઉથ કોરિયા જવા માટે પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું .જોકે, આ કિશોરીઓએ એક અજાણી મહિલાનો ફોન માગી તેના પરથી પોલીસ હેલ્પલાઈનને અપહરણની જાણ કરવા ફોન કર્યો હતો તે ફોન ટ્રેસ કરી પોલીસ આ ત્રણેય કિશોરીઓ સુધી પહોંચી ગઈ હતી.
આ ત્રણેય સગીરાઓ લોકપ્રિય કે પોપ બેન્ડ બીટીએસના સભ્યોને મળવા દક્ષિણ કોરિયા જવા માંગતી હતી. ઓમર્ગાના પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં એક ૧૧ વર્ષની અને બે ૧૩ વર્ષની સગીરા ઉમરગાની રહેવાસી છે. તેમને બીટીએસને મળવા સાઉથ કોરિયા જવું હતું. તે માટે બહુ પૈસા કમાવા પડે તેમ હોવાથી પુણે જઈ પૈસા કમાવાાનો પ્લાન બનાવ્યો હતો. તે માટે તેઓ પોતાના ઘરેથી પાંચ હજાર રુપિયા લઈને નીકળી ગઈ હતી.
ત્રણેય કિશોરીઓ ઉમરગાથી પુણે જવા માટે બસમાં બેઠી હતી. બસમાં જ તેમણે ધારાશિવ પોલીસની હેલ્પલાઈન નંબર પર કોલ કરવા માટે એક મહિલા પાસેથી ફોન માગ્યો હતો. ફોન દ્વારા તેમણે પોલીસને માહિતી આપી હતી કે ત્રણ કિશોરીઓને બળજબરીથી એક સ્કૂલ વાનમાં લઈ જવામાં આવી છે.
આ માહિતી મળતા પોલીસે આ નંબર ટ્રેસ કર્યો હતો. જેમાં પોલીસને જાણવા મળ્યુ ંહતું કે આ નંબર એક મહિલાનો છે જે ઓમર્ગાથી પૂણે જઈ રહી હતી. તેથી પોલીસે સોલાપુરના મોહોલ વિસ્તારમાંથી પસાર થઈ રહેલ આ બસને ટસ કરી હતી.
આ બાદ ઓમર્ગા પોલીસે મોહોલમાં તેમના સ્થાનિક પોલીસના સમકક્ષ અધિકારીઓ તેમજ મોહોલ બસ સ્ટેન્ડ પર દુકાન ચલાવતી મહિલા સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મહિલાની મદદથી ત્રણેય સગીરાઓને બસમાંથી નીચે ઉતારીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી.
આ બાદ સગીરાના માતા પિતા સાથે ઉમરગા પોલીસની ટીમે સ્થાનિક પોલીસ સ્ટેશન ં પહોંચી હતી. આ ઘટનાના બીજા દિવસે પોલીસે ત્રણેય સગીરાઓની પૂછપરછ કરી હતી.
જેમાં ત્રણેય સગીરાઓએ જણાવ્યું હતું કે , અમે ત્રણેય પૂણે જવાના હતા. ત્યાં જઈને કામ કરીને પૈસા કમાવવાની યોજના ધરાવતી હતી. આ બાદ કમાવેલા પૈસાની મદદથી ત્રણેય દક્ષિણ કોરીયામાં જઈને વિશ્વમાં પ્રખ્યાત પોપ બેન્ડ બીટીએસના સભ્યોને મળવાની યોજના બનાવી હતી.
બીટીએસ જેને બેંગટેન બોય્સ તરીકે ઓળખવામાં આવે છે.તે દક્ષિણ કોરિયન બોય બેન્ડ છે. જેણે ૨૦૧૦માં ડેબ્યું કર્યું હતું અને ત્યારથી તેની લોકપ્રિયતા સાતમાં આસમાને છે. જુથના સાત સભ્યોતેમના આકર્ષક સંગીત અને આકર્ષક પર્ફોરમન્સના કારણે આર્મી તરીકે પણ ઓળખાય છે.