એસઆરએના 3 ખાનગી સર્વેયરની રૃ.25 હજારની લાંચ લેતા ધરપકડ
એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહી
સર્વેમાં એક ઝૂંપડાનો સમાવેશ કરવા રૃ.એક લાખની માંગણી કરી
મુંબઈ - એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)ના ત્રણ ખાનગી સર્વેયરોને રૃ.૨૫ હજારથી લાંચ લેતા પકડયા હતા, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
ફરિયાદના આધારે એસીબીએ ત્રણેયને લાંચની રકમ સ્વીકારતી વખતે રંગે હાથ પકડી લીધા હતા અને તેમની ધરપકડ કરી હતી.
આરોપીઓ એક ખાનગી કંપનીના કર્મચારીઓએ જેને એસઆરએ દ્વારા સર્વે કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ફરિયાદીના દાદીની કાલિના વિસ્તારના કુંચી કોર્વે નગરમાં એક ઝૂંપડી છે. આરોપીઓએ તેમના સર્વેમાં આ ઝૂંપડીનો સમાવેશ કરવા માટે રૃ.એક લાખની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતો નહોતો. આથી તેણે એસીબીમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસીબીની ટીમે જરૃરી કાર્યવાહી કરી હતી.