mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગઢચિરોલીમાં પોલીસ સાથે અથડામણમાં 2 મહિલા સહિત 3 નક્સલી ઠાર

Updated: May 14th, 2024

ગઢચિરોલીમાં પોલીસ સાથે અથડામણમાં 2 મહિલા સહિત 3 નક્સલી ઠાર 1 - image


સુરક્ષા દળો પર હુમલાની તૈયારીમાં જ હતા

કલાકો સામસામા ગોળીબાર બાદ મૃતદેહો મળ્યાઃ  એકે-47 રાઇફલ, એક કાર્બાઇન, અન્ય શસ્ત્રો, નક્સલ સામગ્રી જપ્ત

મુંબઇ :  મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સોમવારે સિક્યુરિટી ફોર્સ સાથેની અથડામણમાં બે મહિલા સહિત ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન એકે-૪૭ રાઇફલ, એક કાર્બાઇન, એક ઇન્સાસ રાઇફલ, નક્સલ સાહિત્ય અને અન્ય સામગ્રી મળી આવી હતી. નક્સલવાદીઓ સુરક્ષા એજન્સી  પર હુમલાની તૈયારી  કરી રહ્યા હતા ત્યારે જ એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા.

નોંધનિય છે કે હાલમાં ગઢચિરોલીમાં જમીનમાં દાટેલા છ પ્રેશરકૂકર બૉમ્બ, અને અન્ય વિસ્ફટોકોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિસ્ફટોકોની શોધખોળ કરવા મોટા પ્રમાણમાં જાનહાની ટળી ગઇ હતી.

સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ નીલોત્પલે જણાવ્યું હતું કે ભામરાગઢ તાલુકાના કતરંગટ્ટા ગામ પાસેના જંગલ વિસ્તારમાં નક્સલવાદીના પેરિમિલી દલમના કેટલાક સભ્યો તેમના ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સીવ કેમ્પેઇન (ટીસીઓસી) દરમિયાન હુમલો કરવા પડાવ નાખી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી.

ગઢચિરોલી પોલીસની વિશિષ્ટ લડાયક પાંખ સી-૬૦ કમાન્ડોની બે ટીમને આ વિસ્તારમાં શોધખોળ માટે મોકલવામાં આવી હતી.  આ ટીમો સર્ચ ઓપરેશન કરી રહી હતી. ત્યારે નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. એનો સી-૬૦ કમાન્ડોએ જોરદાર જવાબ આપ્યો હતો. તેમણે સ્વબચાવમાં ફાયરિંગ કરી હતી.

થોડા સમય બાદ ગોળીબાર બંધ થયો હતો. પછી જંગલમાં તપાસ કરતા એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકમાં પેરિમિલી દલમના વડા અને કમાન્ડર વાસુનો સમાવેશ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ વિસ્તારમાં નક્સલવિરોધી કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસને ઘટનાસ્થળેથી શસ્ત્રો અને નક્સલ સાહિત્ય મળી આવ્યું હતું. નક્સલવાદીઓ માર્ચ- જૂન દરમિયાન તેમના કેડરોને મજબૂત કરવા અને સુરક્ષા દળો પર મોટા હુમલાઓ કરવા માટે કેમ્પનું આયોજન કરતા હોય છે. 

લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં મતદાન વખતે જ ગઢચિરોલીના ટીપાગઢ વિસ્તારમાં ગત અઠવાડિયે પોલીસની સામૂહિક હત્યાનું કાવતરુ નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. સ્પેશિયલ એન્ટી નક્સલ સ્કવૉડ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, રેપિડ રિસ્પોન્સ સ્કવૉડ, બોમ્બ ડિટેક્શન એન્ડ જિસ્પોઝલ સ્કવૉડે નક્સલવાદીઓ જમીનમાં દાટી દીધેલો વિસ્ફોટોકોનો જથ્થો કબજે કર્યો હતો. 

સિક્યુરિટી ફોર્સને છ પ્રેશર કૂકર બોમ્બ, નવ આઇઇડી, ત્રણ ક્લેમોર પાઇપ અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી હતી. બીડીડીએસની ટીમે આ વિસ્ફોટોકોનો નાશ કર્યો હતો. હાલમાં ગઢચિરોલીમાં ૧૫ હજાર પોલીસના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે લોકસભાની ચૂંટણી નિર્વિઘ્નપણે પાર પાડવામાં આવી હતી.


Gujarat