દેવદર્શન કરીને પરત ફરી રહેલા ડોંબિવલીના પરિવારના 3 સભ્યોનાં અકસ્માતમાં મોત
આ અકસ્માતમાં 3 બાળકો સહિત 9 લોકો ઘાયલ
કાર પર કાબુ ગુમાવી બેસતા રોડની બાજુની રેલીંગ તોડીને પલ્ટી ખાઈ જતા ભીષણ અકસ્માત
મુંબઇ : પુણેથી દેવદર્શન કરીને ઘરે પરત ફરી રહેલા ડોંબિવલીના રહેવાસીઓની કાર રોડની બાજુની રેલિંગ તોડીને પલ્ટી ખાઈ જતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા અને ૩ બાળકો સહિત નવ લોકો ઘાયલ થયા હતા.
ડોંબિવલીનો બર્વે પરિવાર દેવદર્શન માટ ે પુણે ગયો હતો. દેવદર્શન કરીને પરત ફરતી વખતે મુંબઈ - પુણે એક્સપ્રેસ વે પર કુંભીવલી ગામની સીમમાં મંગળવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. કાર ચાલકે કાર પરથી પોતાનો કાબુ ગુમાવી બેસતા રોડની બાજુની રેલીંગ તોડીને કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને ભીષણ અકસ્માત સર્જોયો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે મનીષા બર્વે (ઉ.વ. ૪૦) નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે સોનાલી બવ (ઉ.વ.૩૫) ર્ે, દિનેશ બર્વે (ઉ.વ. ૨૧) ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં પહોંચતા જ તબીબી તપાસ દરમિયાન બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિકોના મદદથી તરત બચાવ કાર્ય કરતા તમામ લોકોને કારની અંદરથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ઘાયલોમાં ત્રણ બાળકો પણ સામેલ હતા. જેમાં સંદીપ બર્વે (ઉ.વ. ૪૮), અશ્વજીત બર્વે( ઉ.વ. ૧૩), અનિકેત બર્વે (ઉ.વ. ૧૯), પ્રિયા બર્વે (ઉ.વ. ૧૮), ગૌરવ બર્વે (ઉ.વ. ૧૭), પ્રણવ બર્વે (ઉ.વ.૫) આદેશ બર્વે (ઉ.વ. ૩) અને કિયારા બર્વે (ઉ.વ. ૬) વગેરે ઘાયલ થયા હતા.
૩ બાળકો સહિત તમામ નવ ઘાયલોને તાત્કાલિ ક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરુ કરાઈ હતી.