ડ્રગ માફિયા લલિત પાટીલના સાગરીત અભિષેકના ઘરમાંથી 3 કિલો સોનું મળ્યું

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ડ્રગ માફિયા લલિત પાટીલના સાગરીત અભિષેકના ઘરમાંથી 3 કિલો સોનું મળ્યું 1 - image


સાસૂન હોસ્પિટલ ડ્રગ રેકટમાં એજન્સીઓની દોડધામ

પાટીલનો તેના સાથીદારને મળવાનો વધુ એક વીડિયો મળ્યો, અજિત પવારે પુણે પોલીસ કમિશનર, હોસ્પિટલના ડીનની ઝાટકણી કાઢી

મુંબઇ  :  ફરાર ડ્રગ માફિયા લલિત પાટીલનો વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એમાં  લલિત એક સોસાયટીમાં તેના સાથીદાર અભિષેક બાલકાવડેને મળતો જોવા  પડે છે. આ સિવાય પુણે પોલીસે અભિષેકના ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન ત્રણ કિલો સોનું જપ્ત કર્યું હતું.

પુણેની સસૂન હોસ્પિટલમાંથી લલિત પાટીલના નાસી જવાના દસ દિવસ બાદ રાજ્ય સરકાર દ્વારા ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ શુક્રવારે પુણે આવી પહોંચી હતી. વિરોધીઓએ સમિતિને લઇને આક્ષેપ કર્યા હતા.

પુણેના પાલક પ્રધાનનું પદ સ્વીકાર્યા બાદ પ્રથમ વખત અહીં આવેલા અજીત પવારે પુણે પોલીસ કમિશનર અને સસૂન હોસ્પિટલના ડીનની ઝાટકણી કાઢી હતી.

હાલમાં ભારે દબાણનો સામનો કરી રહેલી પુણે પોલીસ લલિતના ભાઇ ભૂષણ અને તેના  સાથીદાર અભિષેક બાલકવડે સાથે શુક્રવારે નાશિક પહોંચી હતી. તેમના ઘરની તપાસણી કરવામાં આવી હતી. તે સમયે અભિષેકના ઘરમાંથી ત્રણ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસને લઇને રાજકીય પાર્ટી  એક બીજા પર ગંભીર આરોપ કરી રહી છે.

પુણેની યરવડા જેલમાં હોવા છતાં લલિત પાટીલ બિન્દાસ પણે બહાર ફરતો હતો એમ કહેવાય છે તે એક સોસાયટીમાં અભિષેકને મળતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.



Google NewsGoogle News