Get The App

મુંબઇ સેન્ટ્રલમાં દાણચોરીના રૃા.17 કરોડના સોના સાથે મહિલા સહિત 3ની ધરપકડ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
મુંબઇ સેન્ટ્રલમાં દાણચોરીના રૃા.17 કરોડના સોના સાથે મહિલા સહિત 3ની ધરપકડ 1 - image


ગિરગાંવથી મુંબઈ સેન્ટ્રલ સોનું લઈ જવાતું હતું

દાણચોરીનું સોનું વેચીને મેળવેલા રૃા.40 લાખ ઘરમાં સર્ચ  ઓપરેશન વખતે જપ્ત

મુંબઇ :  મુંબઇ સેન્ટ્રલ ખાતે ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં દાણચોરીનું સોનું  છુપાવવા બદલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં બે મહિલાનો સમાવેશ છે. આ ગેંગ પાસેથી ૨૩ કિલો સોનું અને રૃા.૪૦ લાખ મળી આવ્યા હતા. સોનાની કિંમત અંદાજે રૃા.૧૭ કરોડ છે. આ રેકેટમાં વધુ એક સંડોવણીની જાણ થઇ છે.

 ક્ષિણ મુંબઇમાં ગિરગાંવના ફણસવાડીથી સોનું મુંબઇ સેન્ટ્રલ લઇ જતી વખતે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ મામલામાં ભુલેશ્વરની રહેવાસી પંખુદેવી માળી (ઉ.વ.૩૮) મુંબઇ સેન્ટ્રલના રાજેશકુમાર જૈન (ઉ.વ.૪૩), પાયલ  જૈન (ઉ.વ.૩૯)ને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી રાજેશ તેના  સાથીદાર રમેશના કહેવાથી ફણસવાડીથી સોનું લઇને મુંબઇ સેન્ટ્રલના ઘરે રાખવા જઇ રહ્યા હતા. ડીઆરઆઇને એની માહિતી મળી ગઇ હતી. જેના આધારે ડીઆરઆઇની ટીમે છટકું ગોઠવીને આરોપી ત્રિપુટીની ધરપકડ કરી હતી.

તેમની બૅગમાંથી ૨૨.૮૯ કિલો  દાણચોરીનું સોનું મળી આવ્યું હતું. દાણચોરીના સોનાને વેચીને મેળવેલા  રૃા.૪૦ લાખ ઘરમાં છુપાવવામાં આવ્યા હતા. ઘરમાં સર્ચ ઓપરેશન વખતે આ રકમ મળી આવી હતી. કસ્ટમ્સ એક્ટ ૧૯૬૨ ની કલમ હેઠળ આરોપીઓ વિરૃદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

એક આરોપી કેન્દ્રીય એજન્સીનો ખબરી હોવાની શંકા

આ કેસમાં એક આરોપી કેન્દ્રીય એજન્સીનો બાતમીદાર હોવાની શંકા છે. તે અને તેનો સાથીદાર વેપારીઓને દાણચોરીનું સોનું વેચીને આપવાની ખાતરી આપતા હતા. તેઓ વેપારી પાસેથી સોનું લેતા  હતા. અમુક સોનું અગાઉથી કાઢી લેતા હતા. પછી વ્યવહાર કરતી વખતે સોનું પકડાવી દેતા હતા. આ રીતે આરોપીઓએ સોનું જમા કર્યું હોવાની શંકા છે.



Google NewsGoogle News