અભિનેત્રી નિકીતા રાવલના ગળાં પર ગન રાખી 3.5 લાખની લૂંટ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
અભિનેત્રી નિકીતા રાવલના ગળાં પર ગન રાખી 3.5 લાખની લૂંટ 1 - image


ગરમ મસાલાની હિરોઈન ભારે ભયભીત

ઘરનોકર પ્રમોદ તથા તેના સાગરિતની પોલીસ દ્વારા ધરપકડ

મુંબઈ :  બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી નિકિતા રાવલ સાથે એક ચોંકાવનારી ઘટના બની હતી. બ્લેક એન્ડ વ્હાઈટ અને ગરમ મસાલા જેવી ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિકિતાના ગળા પર ગન અને છરી રાખી ઘરનોકરે જ ૩.૫ લાખની લૂંટ કરી હતી. નિકિતા અનુસાર જ્યારે તેણે લૂંટારાઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

આ ઘટના બાદ અભિનેત્રીએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી નોકર સહિત કુલ બે જણને પકડી પાડયા હતા.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર મુંબઈના બાંગુરનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવનાર નિકિતાએ માધ્યમોને જણાવ્યું હતું કે મને વિશ્વાસ બેસતો નથી કે મારો ઘરનોકર જ મારી સાથે આવું કૃત્ય કરી શકે છે. તેણે જણાવ્યું હતું કે હાલ આ ઘટનાને લીધે તે ખૂબ જ ભય હેઠળ છે. તેણે વધુમાં કહ્યું હતું કે તેના જ ઘરનોકરે તેના ગળા પર ગન અને છરી મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપી ૩.૫ લાખની લૂંટ ચલાવી હતી.

આ ઘટના બાદ નિકિતાની ફરિયાદ બાદ પોલીસે તેના જ ઘરનોકર ે પ્રમોદની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પ્રમોદના જ અન્ય એક સાગરિતને પણ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિકિતાના જણાવ્યાનુસાર છેલ્લા થોડા સમયથી તેના ઘરમાંથી અવારનવાર પૈસાની તેમજ દાગીનાની નાની- મોટી ચોરીની ઘટના બનતી રહી હતી.

નિકિતાએ અનિલ કપૂર સાથે બ્લેક એન્ડ વ્હાઈટ, જોન અબ્રાહમ સાથે ગરમ મસાલા જેવી ફિલ્મો સહિત બોલીવુડ અને ટોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.



Google NewsGoogle News