Get The App

29 વર્ષના યુવકે 12 વર્ષની કિશોરી સાથે લગ્ન કરી ગર્ભવતી બનાવી

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
29 વર્ષના યુવકે 12 વર્ષની કિશોરી સાથે લગ્ન કરી ગર્ભવતી બનાવી 1 - image


યુવક તથા કિશોરી બંને મૂળ સતારાના વતની, 6 મહિના પહેલાં લગ્ન થયાં હતાં

પનવેલના ડોક્ટરને મેડિકલ તપાસ દરમિયાન કિશોરી ગર્ભવતી હોવાની જાણ થઈઃ યુવક  સામે બળાત્કાર, બાળલગ્ન તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો

મુંબઇ : દેશની આર્થિક રાજધાની મુંબઈની લગોલગ આવેલાં નવી મુંબઈમાં એક ચોંકાવનારી ઘટનામાં ૨૯ વર્ષના યુવકે માત્ર ૧૨ વર્ષની કિશોરી સાથે લગ્ન કર્યાં હતાં. વારંવાર બળાત્કારના કારણે આ કિશોરી સગર્ભા બની હતી. એક ડોક્ટરે મેડિકલ તપાસ દરમિયાન આટલી નાની વયે બાળકી સગર્ભા બની હોવાનુ ંજણાયા બાદ પોલીસને જાણ કરી હતી. નવી મુંબઈ પોલીસે યુવક સામે બળાત્કાર, બાળ લગ્ન તથા પોક્સો એકટ સહિત વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. 

આ સંદર્ભે વધુ  વિગત આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે છ મહિના પહેલા બન્નેના બાળવિવાહ થયા  હતા જે દેશમાં ગેરકાયદે છે. ત્યારબાદ આરોપીએ સતત બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો  જેને લઇને  તે ગર્ભવતી બની હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી અને સગીર બાળા બન્ને મૂળ મહારાષ્ટ્રના સાતારાના રહેવાસી છે.

ગુરુવારે એક મેડિકલ તપાસ દરમિયાન પનવેલના એખ સ્થાનિક ડોકટરને જણાયું હતું કે બાળા ચાર મહિનાની ગર્ભવતી છે. ત્યાર બાદ તેણે આ વાતની જાણ પોલીસને કરી હતી. ખાંડેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ  જણાવ્યું હતું કે અમે આરોપી સામે આઇપીસીની વિવિધ કલમો અને પોક્સો તેમજ બાળ વિવાહ સંબંધી કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News