મીરા ભાયંદરમાં લત્તા મંગેશકર ગુરુકૂળનું 27મી એ ઉદ્ધઘાટન

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
મીરા ભાયંદરમાં લત્તા મંગેશકર ગુરુકૂળનું 27મી એ ઉદ્ધઘાટન 1 - image


મંગેશકર પરિવાર સંચાલનમાં સહયોગ માટે તૈયાર

ગણેશ વિસર્જનને ધ્યાને રાખી લત્તા મંગેશકરના જન્મદિવસના આગલા દિવસે જ સમારોહ

મુંબઈ - મીરા ભાયંદરમાં લત્તા મંગેશકર ગુરુકૂળની સ્થાપના કરવામાં આવશે. રાજ્ય સરકારે આ માટે પચ્ચીસ કરોડનું ભંડોળ ફાળવ્યું છે. તેનું ઉદ્ધઘાટન તા. ૨૭મી તારીખે થશે. આ ગુરુકૂળનું સંચાલન રાજ્ય સરકાર કરશે જોકે, લત્તા મંગેશકરના પરિવારે જરુર પડે સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે. 

સરકાર દ્વારા આ ગુરુકૂળ માટે ફંડ ઉપલબ્ધ કરાવી દેવાયું છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કોન્ટ્રાક્ટ પણ ફાળવી દેવામાં આવ્યો છે. 

ે આ ગુરુકુળ માં અનેક સંગીત ના મોટા મહારથી ઓ પોતાનો સાથ આપશે અને ત્યા સંગીત ના તમામ સાધનો ઉપલબ્ધ કરી આપવામાં આવશે. 

આ ઉદ્ધઘાટન  પ્રસંગે લતામંગેશકર ના પરિવાર ના સભ્યો પણ ઉષા માંગેશકર ની સાથે હાજર રહેશે તેમ તેઓએ મનપા આયુક્ત ને લખેલા પત્રમાં  સ્વીકૃતિ આપી છે.

 ગણપતિ વિસર્જન ના દિવસે લતામંગેશકર નો જન્મ દિવસ હોવાથી ઉદ્ધાટન તેજ દિવસે કરવાનું હતું પરંતું વિસર્જન ની ભીડ ન ધ્યાનમાં લેતા એક દિવસ પહેલા એટલેકે ૨૭ તારીખે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ માં મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી  તથા બંને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહેશે. 

 આ ગુરુકુળ માં ત્રણ વર્ષનો સંગીત નો અભ્યાસક્રમ નો પણ સમાવેશ કરવામાં આવશે અને મીરા ભાયંદર ના બાળકો ને તેમાં પ્રાધાન્ય આપવામાં આવશે.



Google NewsGoogle News