Get The App

મુંબઈમાં સાયબર ક્રાઈમના કેસોમાં 27 ટકાનો વધારો

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
મુંબઈમાં સાયબર ક્રાઈમના કેસોમાં 27 ટકાનો વધારો 1 - image


મુંબઈ પોલીસના ચોંકાવનારા આંકડા

ઓનલાઈન છેતરપિંડીની સંખ્યા પણ 38 ટકા વધીઃ ઈન્સપેક્ટર અને જોબ ફ્રોડના મહત્તમ કેસ

મુંબઈ : મુંબઈ પોલીસ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આ વર્ષના નવ મહિનામાં આંકડાઓ પરથી જાણવા મળે છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આ સમયગાળામાં સાયબર ક્રાઈમના કેસોમાં ૨૭ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ પણ ૩૮ ટકા વધી ગઈ છે. 

આ વર્ષના પ્રથમ નવ મહિનામાં સાયબ ક્રાઈમના કુલ ૪૦૫૪ કેસ નોંધાયા હતા. જેની સંખ્યા ગયા વર્ષે ૩૧૯૧ હતી. આ વર્ષે નોંધાયેલા ૪૦૫૪ કેસમાંથી ૯૨૦ કેસ ઉકેલી કાઢવામાં આવ્યા છે અને ૯૭૦ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ઓનલાઈન છેતરપિંડીના કેસોને ૧૧ વિવિધ કેટેગરીમાં વર્ગીકૃત કર્યા છે. આ વર્ષે નોંધાયેલા ઓનલાઈન છેતરપિંડીના સૌથી વધુ કેસમાં ઈન્સ્પેક્ટર ફ્રોડ (૮૯૬) જોબ ફ્રોડ (૩૮૮) નકલી વેબસાઈટ ફ્રોડ (૯૪) ઓનલાઈન ખરીદી છેતરપિંડી (૬૩) કસ્ટમ/ગિફ્ડ ફ્રોડ (૫૫) લોન/છેતરપિંડી (૪૫) ક્રિપ્ટો-કરન્સી છેતરપિંડી (૩૫) વિમો/પ્રોવિડન્ટ ફંડ છેતરપિંડી (૧૭) વૈવાદિક છેતરપિંડી (૦૯) ઓનલાઈન એડમિશન છેતરપિંડી (૦૩)નો સમાવેશ થાય છે. આ પ્રકારના ૨૩૪૯ કેસમાંથી પોલીસે ૨૧૪ કેસ ઉકેલી કાઢ્યા છે. આ ગુનાઓમાં કથિત સંડોવણી બદલ ૫૧૬ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં પોલીસે ડેબિટ/ક્રેડિટ કાર્ડ ઓનલાઈન છેતરપિંડીના ૭૪૧ કેસ, અશ્લીલ એસએમએમ/એમએમએસ પોસ્ટ (૧૭૫) નકલી સોશિયલ મીડિયા પ્રોફાઈલ, મોર્ફિંગ ઈમેલના ૧૦૮ કેસ, સ્પુફિંગ મેઈલ (૬૮) સ્કેસટોર્શન (૩૪) હેકિંગ (૪૩) ડેટા થેફ્ટ (૨૧) પોર્નોગ્રાફી (૧૪) અને કોમ્યુનલ પોસ્ટ બાબતના (૦૫) કેસ નોંધ્યા છે.

આંકડાઓના વિશ્લેષણથી જાણવા મળે છે કે ફિશિંગ એટેક/સ્મુફિંગ મેઈલ, જોબફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ પોર્નોગ્રાફી, હેકિંગ, ઈન્સ્યોરન્સ/પ્રોવિડંટ ફંડ ફ્રોડ, ફેક વેબસાઈટ, મેટ્રિમોનિયલ ફ્રોડ અને ડેટા ચોરી જેવા કેસોમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારો નોંધવામાં આવ્યો છે.



Google NewsGoogle News